રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આણંદ જિલ્લાની મુલાકાતે
રાજ્યપાલશ્રીએ બોરસદ તાલુકાના ઝારોલા ગામની એચ.જે.પરીખ હાઈસ્કુલમાં રાત્રિ વિશ્રામ કર્યો
રાજ્યપાલશ્રીએ વહેલી સવારે શાળામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનો સાથે કર્યો યોગાભ્યાસ
આણંદ, બુધવાર , રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ બોરસદ તાલુકાના ઝારોલા ગામની એચ.જે.પરીખ હાઈસ્કુલના સામાન્ય ઓરડામાં રાત્રિ વિશ્રામ કર્યા બાદ વહેલી સવારે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ ગ્રામજનો સાથે યોગાભ્યાસ કર્યો હતો.
ઝારોલા ગામની એચ.જે.પરીખ હાઈસ્કુલ ખાતે વહેલી સવારે યોજાયેલા યોગ સત્ર દરમિયાન રાજ્યપાલશ્રીએ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ, યુવાઓ તેમજ ગ્રામજનો સાથે યોગાભ્યાસ અને પ્રાણાયામ કરી યોગથી થતા શારીરિક તેમજ માનસિક ફાયદા અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, યોગથી શરીરની લચકતા વધે છે. શરીરમાં લોહીનો સંચાર વધે છે તેથી અનેક રોગોમાં ફાયદાકારક છે. તેમણે દોડધામભર્યા જીવનમાં શારીરિક બીમારી તેમજ માનસિક અશાંતિને નાથવા માટે નિયમિત યોગાભ્યાસ સમગ્ર શરીરને સ્વસ્થ બનાવતો હોવા ભાર મૂક્યો હતો. તેમણે વિવિધ પ્રાણાયામના નિયમિત અભ્યાસથી બુદ્ધિની તીવ્રતા વધવા સાથે એકાગ્રતા, શીતળતા વધતી હોવાનું જણાવી યોગ અને પ્રાણાયામને દૈનિક જીવનશૈલીનો એક ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો.
આ વેળાએ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, પ્રાંત અધિકારીશ્રી, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ નાના સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આણંદ જિલ્લાની મુલાકાતે

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આણંદ જિલ્લાની મુલાકાતે

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આણંદ જિલ્લાની મુલાકાતે

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આણંદ જિલ્લાની મુલાકાતે