રાજ્યકક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે પેટલાદ ખાતે વિકાસકાર્યોનું ખાતમુહુર્ત
પેટલાદના ફાંગણી મુકામે રૂ. ૨૧.૨૧ લાખના ખર્ચે બનનાર ન્યુ બોક્સ ટાઇપ V.R.B. ડ્રેઇનનું ખાતમુહૂર્ત
આણંદ, સોમવાર , ગુજરાત રાજ્યના નાણા મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે પેટલાદ તાલુકાના ફાંગણી મુકામે દંતાલી ડ્રેઇન પર અંદાજિત રૂપીયા ૨૧.૨૧ લાખના ખર્ચે નિર્માણ પામનાર નવા બોક્સ ટાઇપ V.R.B. (Vented Retaining Wall Bridge) એટેચ ૩૧૦ મીટરના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ વિકાસકાર્યથી સ્થાનિક સ્તરે પાણીના નિકાલ અને અવરજવરની સુવિધાઓમાં મોટો સુધારો થશે.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી ઉત્સવ ગૌતમ, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, પેટલાદ પ્રાંત અધિકારીશ્રી કિંજલ રબારી, જિલ્લા પંચાયત સભ્ય શ્રી જગદીશભાઈ વણકર, અગ્રણી સર્વ શ્રી વિજયભાઈ ચાવડા, અલ્પેશભાઈ પટેલ, હિતેન્દ્રસિંહ પરમાર તેમજ જીતુભાઇ પટેલ, ગામના સરપંચશ્રી, તેમજ સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.