મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ જિલ્લાને એક જ દિવસમાં રૂ. ૨૩૪૦૧ લાખના વિકાસ પ્રકલ્પોની આપી ભેટ
Publish Date : 31/01/2026
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આણંદ જિલ્લામાં રૂ.૨૩,૪૦૧.૪૦ લાખના વિવિધ વિભાગના ૪૯ જેટલા વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ:
– વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂજ્ય બાપુના સામાજિક સમરસતાની વિભાવનાના મૂલ્યોને આત્મસાત કર્યા છે
– ગુજરાત રાજ્યને વડાપ્રધાનશ્રીના વિઝીનરી લીડરશીપનો મહત્તમ ફાયદો થઇ રહ્યો છે.
– વિચારથી સેચ્યુરેશન સુધી: છેવાડાના માનવીને સુવિધાઓ પહોંચાડી વડાપ્રધાનશ્રીએ સંકલ્પ સાકાર કર્યો
– વડાપ્રધાનશ્રીના પતંગોત્સવ કાર્યક્રમની પહેલના કારણે આજે ખંભાત સમગ્ર રાજ્યમાં પતંગના ઉદ્યોગનું કેન્દ્ર બન્યું છે.
– વિકસિત ખંભાતથી વિકસિત આણંદ અને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણ માટે સૌ સહકારની અપેક્ષા વ્યક્ત કરી
આણંદ, શુક્રવાર : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આણંદ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રૂ.૨૩,૪૦૧.૪૦ લાખના વિવિધ વિભાગના ૪૯ જેટલા વિકાસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું.
આણંદ જિલ્લાના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પૂજ્ય બાપુના નિર્વાણ દિને તેમની દિવ્ય ચેતનાને ભાવાંજલિ અર્પણ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂજ્ય બાપુના સ્વચ્છતા, આત્મનિર્ભરતા અને સામાજિક સમરસતાના મૂલ્યોને આત્મસાત કરીને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. આજે પણ જ્યારે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ઇન્ક્લુઝિવ ગ્રોથની વાત થાય છે ત્યારે ગાંધીજીની સર્વોદય અને સર્વાંગી વિકાસની વિભાવના વધુ પ્રાસંગિક લાગે છે.
ગુજરાત રાજ્યને વડાપ્રધાનશ્રીના વિઝીનરી લીડરશીપનો મહત્તમ ફાયદો થઇ રહ્યો છે. ૨૦૦૩માં શરૂ કરેલ વાઇબ્રન્ટ ગુજરાતના કારણે આજે ધંધા, રોજગાર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુદ્રઢ વ્યવસ્થા ગુજરાતમાં છે. દેશની ૫૦૦ મોટી કંપનીઓમાંથી ૧૦૦થી વધુ કંપનીઓ ગુજરાતમાં છે. વાઇબ્રન્ટએ ગુજરાતને ગ્લોબલ પ્લેટફોર્મ અપાવ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, આણંદ જિલ્લાનું ખંભાત પતંગ માટે પ્રખ્યાત હતું. વડાપ્રધાનશ્રીના પતંગોત્સવ કાર્યક્રમની પહેલના કારણે આજે ખંભાત સમગ્ર રાજ્યમાં પતંગના ઉદ્યોગનું કેન્દ્ર બન્યું છે.
શહેરી વિકાસની વાત કરતા મુખ્યમંત્રીશ્રી એ ઉમેર્યું કે, ગુજરાત ફાયનાશિયલ મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ છે. વર્ષ ૨૦૦૫માં શહેરી વિકાસ માટે બજેટ ૫૮૫ કરોડ હતું જે આ વર્ષે વધારીને ૩૦ હાજર કરોડ થયું છે.
તેમણે ઉમેર્યું કે, શહેરી વિકાસની વાત હોય ત્યારે ગુણાવત્તાયુક્ત કામ થાય તે ખુબ જરૂરી છે. તેમણે નાગરિકોને દરેક વિકાસના કામોમાં સાથ સહકાર આપી કામો પૂર્ણ કરાવવા અપીલ કરી હતી.
પ્રધાનમંત્રીશ્રીનો અભિગમ છેવાડાના માનવીને વિકાસની મુખ્યધારામાં લાવવાનો રહ્યો છે જેનો સૌથી મોટો ફાયદો ગુજરાતને થઇ રહ્યો છે. ‘સેચ્યુરેશન’નો વિચાર માત્ર કરવો અને તેને અમલમાં મૂકવો એ બે અલગ બાબતો છે, પરંતુ છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા માટે સેચ્યુરેશન સુધી પહોંચવાનો શ્રેષ્ઠ પ્રયત્ન જો કોઈએ કર્યો હોય તો તે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે.
આજે આયુષ્માન કાર્ડ દ્વારા ઘરે ઘરે આરોગ્ય સુવિધાને સુનિશ્ચિત કરી છે. એટલું જ નહીં પરંતુ વિજળી, પાણી, રોડ- રસ્તાઓની સુવિધા ગ્રામ્ય વિસ્તાર સુધી સુદ્રઢ રીતે પહોંચી છે.
મુખ્યમંત્રીશ્રીએ પ્રાકૃતિક ખેતી આપનાવવા, “વોકલ ફોર લોકલ” અને “લોકલ ફોર ગ્લોબલ”ના મંત્રને સાકાર કરવા સ્વદેશી વસ્તુઓ અપનાવવાની અપીલ સાથે વિકસિત ખંભાતથી વિકસિત આણંદ અને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણ માટે સૌ સહકાર આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, આણંદ જિલ્લો હંમેશા સર્વાંગી વિકાસની દિશામાં અગ્રેસર રહ્યો છે અને આજે આપણા જિલ્લાને મુખ્યમંત્રીશ્રી દ્વારા કુલ રૂ. ૨૩,૪૦૧.૪૦ લાખના ખર્ચે ૪૯ જેટલા વિકાસલક્ષી કામોની ભેટ મળી છે. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી પ્રજાલક્ષી અને પ્રજાહિતના કામોને હંમેશા પ્રાધાન્યતા આપી હકારાત્મક અભિગમ સાથે કામો મંજુર કરે છે. જેનું ઉત્તમ ઉદાહરણ આજના ખંભાત ખાતેથી કરવામાં આવેલ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામો છે.
કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતા ધારાસભ્યશ્રી ચિરાગભાઈ પટેલે જણાવ્યું હતું કે, ખંભાતમાં વર્ષોથી ખારા પાણીની સમસ્યા હતી. આજે ખંભાત માટે મીઠાં પાણીની યોજનાનું ખાતમુહૂર્ત થતા ખંભાતના નાગરિકોની વર્ષોની માંગણી પૂરી થઇ છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આણંદ જિલ્લામાં રૂ. 23,401.40 લાખના ખર્ચે વિવિધ વિભાગના 49 વિકાસલક્ષી પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું. આ વિકાસકામોમાં નાનકડા ગામ દેવપુરાના ૭૫૦ લાખના મેજર રોડની કામગીરીમાં સમાવેશ થતા ગ્રામવાસીઓએ મુખ્યમંત્રીશ્રીને મળી તેમની ખુશી વ્યક્ત કરી મુખ્યમંત્રીશ્રીને શાલ, પાઘડી અને લાકડીની ભેટ આપી તેમનું સ્વાગત-સન્માન કર્યું હતુ. ગ્રામજનોની લાગણીને માન આપી મુખ્યમંત્રીશ્રીએ ભેટનો સહર્ષ સ્વીકાર કર્યો હતો.
આ કાર્યક્રમ ખંભાત તાલુકાની વિવિધ સંસ્થાના અગ્રણીઓ શ્રીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ અવસરે નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મહિડા, આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, આણંદના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, સોજીત્રાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ,ખંભાત નગરપાલિકા પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ પરમાર, ખંભાત તાલુકા પંચાયત પ્રમુખ શિવાનીબેન પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી, રાજકીય અને સામાજિક અગ્રણીઓ, જિલ્લાના પદાધિકારીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ, અગ્રણી શ્રી નીરવભાઈ અમીન, જગતભાઈ પટેલ, વિપુલભાઈ શાહ, પ્રવીણભાઈ વાઘેલા સહિત બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.