Close

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો ડિસેમ્બર મહિનાનો રાજ્ય સ્વાગત તા. 24મી ડિસેમ્બર, બુધવારે યોજાશે

Publish Date : 22/12/2025

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતાં રાજ્ય સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત ડિસેમ્બર-2025નો રાજ્ય સ્વાગત બુધવાર તા.24 ડિસેમ્બરે યોજવામાં આવશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ 2003 થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે.

ડિસેમ્બર મહિનાના ચોથા ગુરુવાર તા. 25 ડિસેમ્બરે નાતાલની જાહેર રજાને અનુલક્ષીને ડિસેમ્બર-2025નો રાજ્ય સ્વાગત આ વખતે બુધવાર, તા. 24 ડિસેમ્બરે યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો બુધવાર, તા. 24 મી ડિસેમ્બરેના રોજ સવારે 8-00 થી 11-00 દરમિયાન મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.

મુખ્યમંત્રીશ્રી બુધવારે બપોર બાદ આ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત  રહીને નાગરિકોની આવેલી રજૂઆતો સાંભળશે.