મીલેટમાંથી વિવિધ વાનગીઓના વેચાણ થકી આત્મનિર્ભર બનીને નારી સ્વાવલબંનનું અનોખું દ્રષ્ટાંત પૂરું પાડતા આણંદના હર્ષિલાબેન પરમાર
Publish Date : 05/08/2025
પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી પોતાના ખેતરમાં મિલેટનું વાવેતર કરીને તેમાંથી જ બેકરી આઈટમ બનાવતા હર્ષિલાબેન.
આણંદ, સોમવાર: આણંદમાં રહેતા હર્ષિલાબેન પરમાર દ્વારા વિવિધ પ્રકારના મિલેટ જેવા કે, બાજરી, રાગી, કોદરી વગેરેમાંથી ટેસ્ટી અને લિજ્જતદાર વાનગીઓ બનાવીને વેચવામાં આવે છે. જેમાં બેકરીની વાનગીઓ જેવી કે, મફીન્સ, કુકીઝ એ બધી તૈયાર મળે છે. જ્યારે રેડી ટુ ઇટ જેવા કે ઈડલી, ઢોસા વગેરેના તૈયાર પ્રીમિક્સ મળે છે. જે તાત્કાલિક તૈયાર કરીને ખાઈ શકાય છે.
મહિલા સ્વાવલંબન દિવસ અવસરે હર્ષીલાબેન પરમારને આણંદ જિલ્લા માહિતીની ટીમ દ્વારા મુલાકાત લેતા તેઓએ જણાવ્યું હતુ કે, હું વિનયન ક્ષેત્રે સ્નાતક થયેલ છું. લગ્ન પહેલાં બેંકમાં કામ કરતી હતી. જો કે લગ્ન બાદ બાળકો અને બીજી બધી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તેમણે ફૂડ બેકીંગ ક્લાસ કરીને ઘરેથી જ બેકીંગની ચીજ – વસ્તુઓ જેવી કે કેક, કૂકીઝ, મફીન્સ વેચવાની શરૂઆત કરી હતી.
જો કે કોરોનાકાળ દરમિયાન હર્ષિલાબેનના પતિને ડાયાબિટીસ ડિટેક્ટ થતા ડૉક્ટર દ્વારા મિલેટની વિવિધ વાનગીઓ ખવડાવવાની સલાહ આપી હતી. જેના કારણે તેમણે શરૂઆતમાં ઘરે જ પતિ તથા બાળકો માટે મિલેટના મંચુરિયન, ઢોસા, ઈડલી વગેરે જેવી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવાની શરૂઆત કરી હતી. આ વાનગીઓ પૈકી જે વાનગી લાંબા સમય સુધી રહી શકતી હોય તેને ક્રમશ: બજારમાં વેચવાની શરૂઆત કરી હતી. જેમાં તેમણે રાગીના કુકીઝ, કોદરીના કૂકીઝ, બાજરી, રાગી અને જુવારની કેક વગેરે જેવી વસ્તુઓ બનાવવાની શરૂઆત કરી હતી. સાથો સાથ તેમણે વિવિધ પ્રીમિક્સ જેવા કે, રાગીના ઢોસા, ઈડલી વગેરે ૧૦ મિનિટ સુધી પલાળીને તરત જ બનાવી શકાય તેવી બધી જ વસ્તુઓ ઓર્ડર પ્રમાણે તૈયાર કરીને આપે છે.
તેમણે આરોગ્યની દ્રષ્ટીએ મિલેટનું મહત્વ સમજાવતા કહયું હતુ કે, બાજરી, રાગી, કોદરી વગેરે જેવા મિલેટ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી હોય છે, તેને બાળકોને પણ ખુબ જ સરળતાથી ખવડાવી શકાય છે. આ ઉપરાંત જે મહિલાઓ નોકરી કરતી હોય અથવા તો કોઈ કામ કરતા હોય તેમને સવારે હેલ્ધી બ્રેકફાસ્ટના ઓપ્શન પણ ખૂબ જ સારી રીતના મળી રહે છે. આથી જ આ બધી જ વસ્તુઓ લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે.
નોંધનિય છે કે, હર્ષિલાબેન પોતાના ખેતરમાં જ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવીને મિલેટનું વાવેતર કરીને પોતાની બેકરી આઇટમમાં ઉપયોગ કરે છે. બજારમાં મળતા મીલેટ કરતા હર્ષિલાબેન દ્વારા પોતાના જ ફાર્મ પર મિલેટનું પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ થકી વાવેતર કરવામાં આવે છે. અને ત્યાંથી જ મેળવીને આખા મિલેટની સાથે સાથે પ્રીમિક્સ પણ વેચવામાં આવે છે.