મહિલા દિવ્યાંગો માટે નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર, વડોદરા ખાતે નિશુલ્ક ધોરણે તાલીમ વર્ગો યોજાશે
Publish Date : 30/07/2025
આણંદ, બુધવાર: ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા મહિલા દિવ્યાંગો માટે નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર, ઠક્કરબાપા હોસ્ટેલ પરિસર, પેન્શન પુરા, નિઝામપુરા રોડ, વડોદરા ખાતે મહિલા વિકલાંગ કે જેની અપંગતા ૪૦ % કે તેથી વધુ હોય તેવી અસ્થિ વિષયક પહેરી મૂંગી અલ્પ અંધ અંધ મંદબુદ્ધિ હોય તેવી ૧૫ થી ૫૦ વર્ષ વચ્ચેની બહેનો માટે આ કેન્દ્રમાં ડ્રેસ મેકિંગ કોમ્પ્યુટર એપ્લિકેશન તાલીમ વર્ગો નિશુલ્ક ધોરણે ચલાવવામાં આવે છે.
આ કેન્દ્ર ખાતે ચાલતા કોર્સ માટે તાલીમાર્થીઓને ભારત સરકાર તરફથી નિયમો અનુસાર શિષ્યવૃત્તિનો લાભ પણ આપવામાં આવે છે.
આ તાલીમ માટે ઈચ્છુક દિવ્યાંગ બહેનોએ શનિ-રવિ તેમજ જાહેર રજા ના દિવસો સિવાય, કામકાજના દિવસો દરમિયાન સવારે ૧૦-૦૦ વાગ્યા થી બપોરના ૧૬-૦૦ કલાક સુધી કેન્દ્ર ખાતે સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે, આ ઉપરાંત વધુ જાણકારી માટે કેન્દ્ર ખાતેના ટેલીફોન નંબર ૦૨૬૫ ૨૭૮૨૮૫૭ અને ૮૫૧૧૨ ૯૧૩૦૯ ઉપર સંપર્ક કરવા મહિલા દિવ્યાંગો માટે નેશનલ કરિયર સર્વિસ સેન્ટર, વડોદરાના નાયબ નિયામક શ્રી, યોગેશ્વર કુમાર યાદવ દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.