મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી શ્રી મનીષાબેન વકીલે આણંદની આંગણવાડીઓની મુલાકાત લઈ બાળકોના સ્વાસ્થ્ય અને શિક્ષણની સ્થિતિની સમીક્ષા કરી
Publish Date : 28/09/2026
‘આંગણ મિલન સેવા’: ગામનું એક પણ બાળક કુપોષિત ન રહે તે માટે ગ્રામજનો જવાબદારીપૂર્વક સહભાગી બને તેવો મંત્રીશ્રીનો અનુરોધ
આણંદ, શુક્રવાર, રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી શ્રી મનીષાબેન વકીલે આજે ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમ અંતર્ગત આણંદ તાલુકાના જીટોડિયા અને સંદેશર ગામની આંગણવાડીઓની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ બાળકો અને માતૃશક્તિના સ્વાસ્થ્ય સંભાળની કામગીરીને બિરદાવવાની સાથે આંગણવાડીમાં અપાતા પૌષ્ટિક આહાર અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જો આરોગ્ય વિભાગ, આંગણવાડી કાર્યકરો અને ગામના વડીલો એકજૂથ થઈને કાર્ય કરશે, તો ગામનું એક પણ બાળક કુપોષણનો શિકાર નહીં બને.
મુલાકાત દરમિયાન મંત્રી શ્રી મનીષાબેન વકીલે આંગણવાડીમાં બાળકોને પીરસવામાં આવતા પૂરક પૌષ્ટિક આહાર, કઠોળના ઉપયોગ અને વાનગીઓની ગુણવત્તા અંગે વિગતવાર માહિતી મેળવી સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે બાળકોના શારીરિક વિકાસ માટે જરૂરી વજન અને ઊંચાઈની વૃદ્ધિ તેમજ માનસિક તંદુરસ્તી માટે ચલાવાતી રમતગમતની પ્રવૃત્તિઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત, આરોગ્ય વિભાગ દ્વારા નાના બાળકોને પૂરી પાડવામાં આવતી વિવિધ આરોગ્યલક્ષી સેવાઓની પણ તેમણે સમીક્ષા કરી હતી. મંત્રીશ્રીએ આ પ્રસંગે ગ્રામજનો અને વડીલોને અપીલ કરી હતી કે બાળકના સુદ્રઢ ભવિષ્ય માટે માત્ર તંત્ર જ નહીં, પરંતુ સમગ્ર ગ્રામજનો, વડીલો અને માતા-પિતાએ સક્રિય યોગદાન આપવું જોઈએ.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રીના હસ્તે આંગણવાડીના ભૂલકાઓ, ઓછું વજન ધરાવતા બાળકો અને ધાત્રી માતાઓને પૌષ્ટિક આહારનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ આંગણવાડીના નાના બાળકો સાથે સમય વિતાવી તેમની પ્રવૃત્તિઓ નિહાળી પ્રોત્સાહિત કર્યા હતા. ક્ષેત્રિય સ્તરે ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરનાર આંગણવાડી કર્મચારીઓનું પ્રમાણપત્ર આપીને વિશેષ બહુમાન કરી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી દ્વારા લખવામાં આવેલ શુભેચ્છા પત્ર પણ મંત્રીશ્રીએ લાભાર્થીઓને આપ્યો હતો. મંત્રીશ્રીએ ગામના વડીલો સાથે સંવાદ સાધી સુપોષિત સમાજ નિર્માણના સંકલ્પને દોહરાવ્યો હતો અને આ કાર્યક્રમમાં ગામના વડીલોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરી હતી.
મંત્રીશ્રીની આંગણવાડી મુલાકાતના આ પ્રેરક કાર્યક્રમમાં આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી, કરમસદ-આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી આર. એન. ડોડીયા અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પ્રોગ્રામ અધિકારી તેજલબેન ગોસ્વામી સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, ગ્રામજનો અને ગામના વડીલો હાજર રહ્યાં હતાં.