Close

મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલે આણંદ ‘સખી વન સ્ટોપ સેન્ટર’ની મુલાકાત લીધી

Publish Date : 27/01/2026

આણંદ, શુક્રવાર: રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ આણંદ જિલ્લાની સત્તાવાર મુલાકાતે પધાર્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે આણંદ સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લઈ વિસ્તૃત જાણકારી મેળવી કામગીરીની સમીક્ષા કરી હતી.

મંત્રીશ્રીએ આણંદ તાલુકાની જનરલ હોસ્પિટલના પ્રથમ માળે કાર્યરત ‘સખી વન સ્ટોપ સેન્ટર’ (મહિલા સહાયતા કેન્દ્ર) ની રૂબરૂ મુલાકાત દરમિયાન  કેન્દ્રમાં ઉપલબ્ધ સુવિધાઓ અને પીડિત મહિલાઓને આપવામાં આવતી ત્વરિત સહાય અંગેની ઝીણવટભરી વિગતો મેળવી હતી.

આ પ્રસંગે મંત્રીશ્રીએ સેન્ટરના રિપલ ડાભી તેમજ આણંદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રીમતી નિલેશ્વરી ઝાલા સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે કેન્દ્ર દ્વારા આવરી લેવામાં આવતા કિસ્સાઓ, કાઉન્સેલિંગની પ્રક્રિયા અને મહિલાઓને મળતા કાયદાકીય તેમજ તબીબી રક્ષણ અંગે થતી કામગીરીની વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ મુલાકાત દરમિયાન કેન્દ્રમાં સંરક્ષિત દીકરીઓ સાથે મંત્રીશ્રીએ આત્મીય સંવાદ કર્યો હતો. મંત્રીશ્રીએ આ દીકરીઓની વ્યક્તિગત મુશ્કેલીઓ સાંભળી હતી અને તેમને હિંમત આપતા ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણા આપી હતી. તેમણે દીકરીઓને પ્રોત્સાહિત આપતા જણાવ્યું હતું કે, યોગ્ય શિક્ષણ અને આત્મવિશ્વાસ દ્વારા તેઓ સમાજમાં સન્માનજનક અને સારું જીવન જીવી શકે છે.

આ વેળાએ જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહુતી, સીડીએમઓશ્રી ડૉ.અમર પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.