મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, આણંદ દ્વારા છેલ્લા બે માસ દરમિયાન રૂપિયા ૧૩ કરોડ ઉપરાંતનો મુદ્દામાલ અને રૂપિયા ૦૧ કરોડ ઉપરાંત ની વસૂલાત કરી
Publish Date : 19/07/2025
આણંદ જિલ્લાના નાગરિકો ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિઓ અંગેની ફરિયાદો “ગુજ માઇન” એપ્લિકેશન દ્વારા કરી શકે છે.
આણંદ, શનિવાર: આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી ની તપાસ ટીમ દ્વારા નિયમિતપણે આણંદ જિલ્લામાં ગેરકાયદેસર ખાણ કામ, વહન અને સંગ્રહની તપાસ કરવામાં આવે છે.
મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી શ્રી મિત પરમારના જણાવ્યા મુજબ આણંદ જિલ્લાના નાગરિકો ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિઓ અંગેની ફરિયાદો “ગુજ માઇન” એપ્લિકેશન દ્વારા કરી શકે છે. આ ઉપરાંત ફરીયાદ કરનાર કોઈપણ નાગરિક સત્તાધિકારી દ્વારા તેમણે આપેલ ફરિયાદ અન્વયે કરવામાં આવેલ કાર્યવાહીની સ્થિતિ પણ જાણી શકે છે.
આ ઉપરાંત ખાણ અને ખનીજ વિભાગની મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી ની કચેરી દ્વારા બિનઅધિકૃત ખનીજના ખનન, સંગ્રહ, વહનની ફરિયાદો સંબંધે તપાસ કરી નિયમોનુંસારની કાર્યવાહી કરે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે મે- ૨૦૨૫ થી અત્યાર સુધીમાં મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા આણંદ જિલ્લાના ખનીજસભર વિસ્તારો ખાનપુર, ખેરડા, અહીમાં, સીલી , પ્રતાપપુરા, રાજુપુરા, ઈસરવાળા, ઈન્દ્રણજ, વાસદ, વાણીયા કુવા, બોરસદ, સુંદલપુરા, વાસદ- ભેટાસી, ખોરવાડ અને લાલપુરા ખાતેથી બિનઅધિકૃત ખનન, સંગ્રહ, વહન અટકાવવા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ તપાસ દરમિયાન ૪૬ ડમ્પરો, ૧૨ એક્સવેટર મશીન, ૦૫ ચારણાઓ અને ૦૫ યાત્રિક નાવડિયો એમ મળીને કુલ – ૬૮ કેસ કરીને રૂપિયા ૧.૦૧ કરોડની વસુલાત કરવામાં આવી છે.
જેમાં ઉમરેઠ તાલુકાના ખોરવાડ ગામ ખાતેથી ૦૩ મશીન, લાલપુરા ગામ ખાતેથી ૦૨ મશીન, સુંદલપુરા ગામ ખાતેથી ૦૧ મશીન, આણંદ તાલુકાના રાજુપુરા ગામ ખાતેથી ૦૨ મશીન, વાસદ ગામ ખાતેથી ૦૨ મશીન, સોજીત્રા તાલુકાના મગરોલ ગામ ખાતેથી ૦૧ મશીન અને બોરસદ ખાતે થી ૦૧ મળીને કુલ ૧૨ એક્સ સ્વેટર મશીન જપ્ત કરવામાં આવ્યા છે, તેમણે વધુમાં જણાવ્યું છે.