Close

મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પંડોળી ગામમાં એક દિવસીય જન કલ્યાણ શિબિર યોજાઈ

Publish Date : 16/06/2026

શિબિરમાં લાભાર્થીઓને સ્થળ પર જ સરકારી યોજનાઓના લાભો અપાયા

પંડોળીમાં જનસેવાનો યજ્ઞ: સેવાસેતુના માધ્યમથી વહીવટીતંત્ર છેવાડાના માનવીના ઘર સુધી પહોંચ્યું

આણંદ, સોમવાર, પેટલાદ તાલુકા વહીવટીતંત્ર દ્વારા ધર્મજ જિલ્લા પંચાયત ક્ષેત્ર હેઠળ આવતા પંડોળી ગામ ખાતે એક દિવસીય જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. નાણા રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓને સામાન્ય જનતાના ઘરઆંગણે પહોંચાડીને લોકાભિમુખ વહીવટ પ્રસ્થાપિત કરવાનો હતો.

રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, સોજીત્રાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ અને મહાનુભાવોના હસ્તે સેવાસેતુ કાર્યક્રમમાં સમાવિષ્ટ વિવિધ યોજનાઓ અંગેની કામગીરી સઘન રીતે હાથ ધરવામાં આવી હતી, જેમાં અનેક જરૂરિયાતમંદ લાભાર્થીઓને સ્થળ પર જ યોજનાકીય લાભો એનાયત કરવામાં આવ્યા હતા.

મંત્રી શ્રી એ આ પ્રસંગે જણાવ્યું હતું કે છેવાડાના માનવી સુધી સરકારી યોજનાના લાભો મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

જન કલ્યાણ શિબિર બાદ એક પ્રેરણાદાયી પહેલના ભાગરૂપે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સફાઈ અભિયાનમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો તેમજ પદાધિકારીઓ સ્વયંભૂ જોડાયા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ પંડોળી ગામમાં સફાઈ કાર્ય કરી ગ્રામજનોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહેવાનો સંદેશ આપ્યો હતો. વહીવટીતંત્ર અને લોક પ્રતિનિધિઓના આ સમન્વયથી પંડોળી ગામમાં સેવાની સાથે સામાજિક ઉત્તરદાયિત્વનો સુંદર માહોલ જોવા મળ્યો હતો અને સમગ્ર આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય મંગુબેન સોલંકી અને જગદીશભાઈ વણકર, તાલુકા પંચાયતના પ્રમુખ રણજીતસિંહ પરમાર, ઉપપ્રમુખ જ્યોતિબેન સોલંકી તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બ્રિજેશભાઈ પટેલ, અગ્રણી શ્રી અલ્પેશભાઈ પટેલ, પંડોળી ગામના સરપંચ, પંચાયતના સભ્યો, તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે ગ્રામજનોના વિવિધ પ્રશ્નોનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.