• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

ભારતીય જ્ઞાન પરંપરાના અભ્યાસ માટે સંસ્કૃત શીખવું જરૂરી : પ્રોફે. નિરંજન પટેલ

Publish Date : 08/08/2025

મગ્ર ભારતમાં પ્રાચીન સમયમાં સંસ્કૃત ભાષા જનભાષા હતી : ડૉ. કૃષ્ણપ્રસાદ નિરૌલા

અનુસ્નાતક સંસ્કૃત વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ‘‘સંસ્કૃત દિનમ્’’ નો કાર્યક્રમ યોજાયો

આણંદ, શુક્રવાર: ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ તથા અનુસ્નાતક સંસ્કૃત વિભાગ સરદાર પટેલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજના પંચકમ્ અંતર્ગત ‘‘સંસ્કૃત દિનમ્’’ કાર્યક્રમ સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલગુરુ પ્રોફે. નિરંજન પટેલે જણાવ્યું હતુ કે, અંગ્રેજો દ્વારા ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃતભાષાને ખંડિત કરવા સૌ પ્રથમ ગુરુકુળ પરંપરાને ખંડિત કરવામાં આવી હતી, પરંતુ દેશના વડાપ્રધાનના પ્રયત્નથી રાષ્ટ્રીય શિક્ષા નીતિ લાગુ કરી જેમાં સંસ્કૃત ભાષાના માધ્યમથી આપણી ભારતીય જ્ઞાન પરંપરાની શિક્ષા દાખલ કરવામાં આવી હતી. ભારતીય જ્ઞાન પરંપરાના અભ્યાસ માટે સંસ્કૃત શીખવું જરૂરી છે, તેમ પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતુ.

તેમણે ભારતીય સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન માટે સંસ્કૃત ભાષા અને તેમાં રહેલા જ્ઞાનનો વ્યવહારમાં ઉપયોગ કરવા ઉપર ભાર મૂકતા કહયું હતુ કે, સંસ્કૃત ભાષાનો પ્રયોગ આપણા રોજીંદા વ્યવહારમાં થાય તે આજના સમયમાં ખૂબ જ જરૂરી છે.

કાર્યક્રમમાં સારસ્વત વક્તા ગુજરાત રાજ્યના સંસ્કૃત ભારતીના અધ્યક્ષ ડૉ. કૃષ્ણપ્રસાદ નિરૌલાજીએ સર્વ ભાષાની જનની સંસ્કૃત છે તેમ જણાવતાં ઉમેર્યું હતુ કે, ગુજરાતી માતૃભાષાની જેમ સમગ્ર ભારતની પ્રત્યેક ભાષામાં સંસ્કૃત શબ્દો આપણને જોવા મળે છે. સંસ્કૃત ભાષાના ઉચ્ચારણના વિવિધ સ્થાનોથી ચોક્કસ અર્થની પ્રાપ્તિ થાય છે, તેમ જણાવતાં વાણી વજ્ર સમાન છે. જો તેનું ઉચ્ચારણ સાચું ન થાય તો અર્થનો અનર્થ પ્રાપ્ત થાય છે. અર્થ વગરનું જ્ઞાન કોઈ પોપટ જેવું છે, આવા જ્ઞાનનું કોઈ ફળ મળતું નથી, તેમ ઉમેર્યું હતું.

ડૉ. નિરૌલાજીએ કહયું હતુ કે, સંસ્કૃતમાંથી ભારત શબ્દ નિષ્પન્ન થયો. સમગ્ર ભારતમાં પ્રાચીન સમયમાં સંસ્કૃત ભાષા જનભાષા હતી. ભારતીય ભાષાઓમાં સરલ સંસ્કૃત ભાષા છે. કારણ કે સંસ્કૃત ભાષા આપણા ડી.એન.એ.માં છે.

કાર્યક્રમના પ્રારંભમાં અનુસ્નાતક સંસ્કૃત વિભાગના કા. અધ્યક્ષ પ્રોફે. મહેન્દ્ર નાયી એ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

 અનુસ્નાતક સંસ્કૃત વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિની ઓળખ થાય તે માટે સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન અધ્યાપિકા દેવાંશી બહેને કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કામિનીબેન ત્રિવેદી, સમગ્ર કાર્યક્રમના સંયોજક વિભાગના અધ્યાપક ડૉ. પ્રિયંક રાવલ, દેવાંશી ભીંડે તથા શ્રેયા પરમાર સહિત સંસ્કૃત ભાષા પ્રેમીઓ અને સંસ્કૃતનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિવિધ કોલેજના અધ્યાપકો ઉપસ્થિત રહ્યાં હતાં.