ભાદરણ અને જંત્રાલ ખાતે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત – લોકાર્પણ કાર્યક્રમ યોજાયા
Publish Date : 20/07/2026
રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બનાવી છે- મંત્રી શ્રી રમણભાઈ સોલંકી
રૂપિયા ૪૫ લાખના ખર્ચે નિર્માણ થઈ રહેલા ભાદરણ-૧ ના આયુષ્યમાન આરોગ્ય મંદિરનું ખાતમુહૂર્ત તેમજ રૂપિયા ૯૦ લાખના ખર્ચે નિર્માણ પામેલ ભાદરણ-૨ અને જંત્રાલ-૧ ના આયુષ્યમાન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરાયું
જંત્રાલ ખાતે માર્ગ – મકાન હસ્તકના રૂપિયા ૧૭૩.૫૦ લાખના ખર્ચે નિર્માણ પામનાર જંત્રાલ શિવપુરા રોડ અને જંત્રાલ મોતીપુરા રોડના કામનું કરાયું ખાતમુહૂર્ત
આણંદ, શનિવાર , રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ અને માર્ગ સુવિધાઓને વધુ સશક્ત બનાવવા માટે મંત્રી શ્રી રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં બોરસદ તાલુકાના ભાદરણ અને જંત્રાલ ગામે આરોગ્ય અને રસ્તાના વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આરોગ્ય ક્ષેત્રને પ્રાથમિકતા આપી છે. શહેરોની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે સરકાર સતત આયોજનબદ્ધ રીતે કાર્ય કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે આવનારા સમયમાં અનેક આયુષ્યમાન આરોગ્ય મંદિરોનું નિર્માણ કાર્ય પૂર્ણ થશે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોના લોકોને ઘરઆંગણે જ વધુ સારી આરોગ્ય સેવાઓનો લાભ મળશે.
તેમણે વધુમાં કહયું હતું કે, વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય ક્ષેત્રે અનેક લોકકલ્યાણકારી યોજનાઓ સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી છે. આયુષ્યમાન ભારત યોજના દ્વારા લાખો ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને વિનામૂલ્યે સારવારનો લાભ મળી રહ્યો છે. જ્યારે આયુષ્યમાન આરોગ્ય મંદિરો દ્વારા પ્રાથમિક આરોગ્ય સેવા, ગર્ભવતી મહિલાઓની તપાસ, બાળકોનું રસીકરણ, વૃદ્ધોની આરોગ્ય તપાસ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની તપાસ સહિતની અનેક આરોગ્યલક્ષી સેવાઓ ગામડાં સુધી પહોંચી છે.
તેમણે સરકારનો ઉદ્દેશ એ માત્ર ઇમારતોનું નિર્માણ કરવાનો નથી, પરંતુ દરેક નાગરિકને સમયસર, સરળ અને ગુણવત્તાસભર આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવાનો છે, તેમ જણાવતાં ઉમેર્યું હતુ કે, રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય, શિક્ષણ અને માળખાકીય સુવિધાઓના વિકાસ માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે, જેના કારણે સામાન્ય નાગરિકોના જીવનધોરણમાં નોંધપાત્ર સુધારો થયો છે.
આ પ્રસંગે મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના હસ્તે અંદાજિત રૂપિયા ૪૫ લાખના ખર્ચે નિર્માણ થઈ રહેલા ભાદરણ-૧ ના આયુષ્યમાન આરોગ્ય મંદિરનું ખાતમુહૂર્ત અને રૂપિયા ૯૦ લાખના ખર્ચે નિર્માણ પામેલ ભાદરણ-૨ ના અને જંત્રાલ-૧ ના આયુષ્યમાન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કર્યું હતુ. આ તકે તેમણે જંત્રાલ ખાતે માર્ગ – મકાન હસ્તકના રૂપિયા ૧૭૩.૫૦ લાખના ખર્ચે નિર્માણ પામનાર જંત્રાલ શિવપુરા રોડ અને જંત્રાલ મોતીપુરા રોડના કામનું ખાતમુહૂર્ત પણ કર્યું હતુ.
આ કાર્યક્રમોમાં આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મયુરીબેન પટેલ, બોરસદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ, આણંદ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી દક્ષાબેન સોલંકી, જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સદસ્યો, આરોગ્ય અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.