ભગવાન બિરસા મુંડાની ૧૫૧ મી જન્મ જયંતી
આણંદના કરમસદ સ્થિત સરદાર પટેલ મેમોરિયલ ખાતે તા.૧૫ મી નવેમ્બરના રોજ જનજાતીય ગૌરવ દિવસની
જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ
આણંદ, શુક્રવાર , ભારતના મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની અને જનનાયક ભગવાન બિરસા મુંડાની ૧૫૧ મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આયોજિત આણંદ જિલ્લાના કરમસદ સ્થિત સરદાર પટેલ મેમોરિયલ ખાતે તા.૧૫ નવેમ્બર, ૨૦૨૬ રવિવારના રોજ જન જાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. જેના સુચારૂ આયોજન અંગે કલેક્ટર કચેરી, આણંદના સભાખંડમાં અધિક કલેક્ટર શ્રી રાહુલ ગમારાની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી.
આગામી તા.૧૫ નવેમ્બરના રોજ સરદાર પટેલ મેમોરિયલ હોલ, કરમસદ ખાતે યોજાનાર જનજાતીય દિવસની ઉજવણીને ધ્યાને લઈ અધિક કલેકટરશ્રીએ સબંધિત વિભાગના અધિકારીઓને જિલ્લા સ્તરીય ઉજવણીના ભાગરૂપે કરવાની થતી તૈયારીઓ અંગે સુચારૂ કામગીરી કરવા જરૂરી સૂચનો આપ્યા હતા. જેમાં કાર્યક્રમ સ્થળે સ્વચ્છતા, પીવાના પાણી, બેઠક વ્યવસ્થા તેમજ આરોગ્યલક્ષી બાબતો અંગે આનુષંગિક વ્યવસ્થા જળવાય તે અંગે જરૂરી કાર્યવાહી કરવા સૂચનાત્મક માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે. એન. પંચાલ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલ ઇજનેર શ્રી હિતેશ ગઢવી, જિલ્લા આયોજન અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અર્ચનાબેન પ્રજાપતિ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પિયુષ પટેલ, આદિજાતિ કચેરી અમદાવાદના અધિકારી, કર્મચારીઓ સહિત સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભગવાન બિરસા મુંડાની ૧૫૧ મી જન્મ જયંતી

ભગવાન બિરસા મુંડાની ૧૫૧ મી જન્મ જયંતી

ભગવાન બિરસા મુંડાની ૧૫૧ મી જન્મ જયંતી

ભગવાન બિરસા મુંડાની ૧૫૧ મી જન્મ જયંતી