બોરસદ તાલુકાના સારોલ ગામે ઓઇલપામ માટે મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ યોજાઈ
Publish Date : 19/07/2025
આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના સારોલ ગામ ખાતે “નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ્સ ઓઇલ પામ” અંતર્ગત બાગાયત વિભાગ અને પતંજલિ ફૂડ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે મેગા ઓઇલ પામ પ્લાન્ટેશન ડ્રાઇવ યોજાઈ હતી.
આ ડ્રાઇવ અંતર્ગત સારોલ ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી હિમંતસિહ ખોડાભાઇ જાદવના ખેતરમાં ટેનેરા જાતના કુલ ૨૮૬ થી વધુ ઓઇલ પામના રોપાઓનું ૨.૦ હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું. તેમજ મહી કાંઠા સેવા મંડળની સંસ્થાકીય જમીન પર ૨.૫ હેકટર જમીન ઉપર ૩૫૦ થી વધુ ઓઇલ પામના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.
ઓઇલ પામની યોજનામાં ફાર્મસ કો ઓપરેટીવ સોસાયટી/સરકારી સંસ્થાઓ/ખેડુત સંગઠનો/ ફાર્મસ પ્રોડયુસર ઓગેનાઝેશન (FPO) લાભ મળવા પાત્ર રહે છે.
આંણદ જિલ્લામા આવેલ સરકારી સંસ્થાઓ થકી સંસ્થા/મંડળીઓની જમીનમાં ઓઇલ પામનું વાવેતર કરવામાં આવે તો તેઓને પણ આવકનું નવું સ્ત્રોત મળી શકે તેમ છે, જેથી આંણદ જિલ્લાની વિવિધ સંસ્થાઓને વધુમા વધુ લાભ લેવા માટે આણંદના નાયબ બાગાયત નિયામકશ્રી ડૉ. સ્મિતા પિલ્લાઈ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,બાગાયત વિભાગ દ્વારા ઓઇલ પામની ખેતી કરતા ખેડૂતઓને નવા વાવેતર માટે પતંજલિ ફૂડ લિમિટેડ પાસેથી રોપાઓના ખર્ચ માટે રૂ.૨૯૦૦૦ પ્રતી હેકટર તેમજ ખેડૂતોને આંતર પાક/ઇનપુટસ ખર્ચ માટે ૪ વર્ષ ના સમયગાળા દરમિયાન રૂ. ૪૨,૦૦૦ પ્રતિ હેકટર, નવીન બોરવેલ/પંપ સેટ/વોટર હાર્વેસ્ટ સ્ટ્રકચર માટે રૂ. ૫૦,૦૦૦ પ્રતી એકમ, મીની ટ્રેકટર ટ્રોલી સાથે (૨૦ એચ.પી સુધી)માં રૂ. ૨,૦૦,૦૦૦/- ની સહાય જેવા વિવિધ ધટકોમાં સહાય આપવામાં આવે છે.
