Close

બોરસદ તાલુકાના નામણ ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

Publish Date : 06/03/2026

સેવા સેતુ ના માધ્યમથી છેવાડાના માનવીને ઘર આંગણે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો પહોંચે તે જ મુખ્ય આશય – નાણા રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ

સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ વિભાગોને લગતી સેવાઓની 3955 જેટલી અરજીઓનો કરાયો હકારાત્મક નિકાલ

10 ગામના લોકોએ મેળવ્યા સ્થળ ઉપર જ સરકારી લાભ

આણંદ, શુક્રવાર: સેવા સેતુ 2.0 કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારના લોકોને સરકાર દ્વારા હાથ ધરાતી અનેક વિવિધ પ્રકારની લોકોપયોગી યોજનાઓના લાભ હાથો હાથ અને ત્વરિત મળે તે માટે બોરસદ તાલુકાના નામણ ગામે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા સેતુ કાર્યક્રમને નાણાં રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે ખુલ્લો મુક્યો હતો.

આ કાર્યક્રમમાં નાણાં રાજ્ય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલે સેવાસેતું કાર્યક્રમના માધ્યમથી ઘર આંગણે ગ્રામજનોને, છેવાડાના માનવીને રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય સહાયના લાભો એક જ દિવસે હાથો હાથ પહોંચે તે જ આશય છે, તેમ જણાવી ગ્રામજનોને સરકારની તમામ યોજનાઓનો લાભ ગામ ખાતેથી જ મળે અને પોતાના અગત્યના સરકારી ડોક્યુમેન્ટમાં જરૂરી સુધારા વધારા કરી શકાય અને સ્થળ ઉપર જ અરજદારોના પ્રશ્નોનો  ઉકેલ આવે તથા ગામના લોકોને ગામ ખાતે જ લાભ મળે તેમના સમય અને નાણાંની બચત થાય તે માટે જ ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, સેવાસેતું કાર્યક્રમના માધ્યમથી નામણ ગામ અને તેની આસપાસના 10 જેટલા ગામોના વિકાસને ગતિ આપતા તથા લોકકલ્યાણને સમર્પિત આવા કાર્યક્રમમાં ગ્રામજનોને વિવિધ શાસકીય સેવાઓ એક જ છત હેઠળ સરળતાથી પ્રાપ્ત કરવાનો સકારાત્મક અનુભવ મળ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નામણ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આજુબાજુના 10 જેટલા ગામડાઓના નાગરિકોને આવરી લેવામાં આવ્યા હતા. જેમાં કસુંબાડ, નાપા- તળપદ, નાપા- વાટા, દહેમી, સિંગલાવ, પામોલ, હરખાપુરા, બોદાલ અને દાવોલના નગરજનોએ એક જ દિવસમાં હાથો હાથ લાભ મેળવ્યા હતા. ગ્રામજનો દ્વારા 18 વર્ષથી ઓછી વય જૂથના રહીશો માટે આધાર નોંધણી, આધારકાર્ડમાં સુધારા કરવા, રાશનકાર્ડમાં નામ દાખલ કરવું/નામ કમી કરવું /સુધારો કરવો, નમોશ્રી યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની અરજી, હેલ્થ વેલ્નેસ કાર્ડ, જન્મ મરણના પ્રમાણપત્ર, ઘરેલુ નવા વીજ જોડાણ અરજી, મેડિસિન સારવાર, પશુઓની ગાયનેકોલોજીકલ સારવાર, ડી વર્મિંગ, રસીકરણ, કૃત્રિમ બીજદાન, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં લાભાર્થીનું કેવાયસી, ભીમ એપ, ડિજિટલ ટ્રાન્જેક્શન લિટ્રેસી, મિલકત આકારણીનો ઉતારો, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, બસ કન્સેસન પાસ, 7/12, 8- અ,ના પ્રમાણપત્ર,  રેવન્યુ રેકર્ડમાં વારસાઈ અરજી, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, આવકનો દાખલો, કુંવરબાઈનુ મામેરુ સહાય યોજના, ડોક્ટર આંબેડકર આવાસ યોજના, આઈસીડીએસ બાળકોના આધાર કાર્ડ અને ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાઓના લાભ મેળવવા માટે લાભાર્થીઓએ અરજી આપી હતી જે તમામ અરજીઓનું સ્થળ ઉપર જ એક જ દિવસમાં હકારાત્મક ઉકેલ કરવામાં આવ્યો હતો અને લાભાર્થીઓને મળવાપત્ર તેમના લાભ હાથો હાથ આપવામાં આવ્યા હતા.

સેવા સેતુ કાર્યક્રમનો લાભ નામણ અને તેની આજુબાજુના 10 જેટલા ગામોના લાભાર્થીઓ પાસેથી 3995 જેટલી અરજીઓ મળી હતી જેનો સ્થળ ઉપર જ હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો અને તેના લાભ લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બોરસદના મામલતદાર શ્રી મયુરભાઈ પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત સદસ્યશ્રી, તાલુકા પંચાયત સદસ્યશ્રી, ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ, અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.