બોરસદ તાલુકાના ઝારોલા ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો
Publish Date : 25/09/2026
સેવાસેતુ કાર્યક્રમમાં ૧૫૩૬ અરજીઓનો સ્થળ પર જ ૧૦૦% સકારાત્મક નિકાલ કરાયો
આણંદ, ગુરૂવાર , આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઝારોલા ખાતે પ્રાંત અધિકારીશ્રી અમિત પટેલની ઉપસ્થિતિમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામજનોને શાસન અને વહીવટી સેવાઓ સીધી તેમના ઘરઆંગણે અને ઝડપી રીતે ઉપલબ્ધ કરાવવાના હેતુથી યોજાયેલ આ કાર્યક્રમમાં લાભાર્થીઓને વિવિધ પ્રમાણપત્રો અને સેવાઓનું વિતરણ કરવામાં આવ્યુ હતું.
આ સેવા સેતુ કેમ્પ દરમિયાન સ્થાનિક ગ્રામજનો દ્વારા વિવિધ સરકારી યોજનાઓ, દાખલાઓ અને આધાર-રેશનકાર્ડને લગતી સરકારી સેવાઓ માટે કુલ ૧૫૩૬ અરજીઓ રજૂ કરવામાં આવી હતી. વહીવટી તંત્રની ત્વરિત કામગીરી અને સરાહનીય આયોજનના પરિણામે રજૂ થયેલી તમામ ૧૫૩૬ અરજીઓનો સેવા સેતુ સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. આ તમામ અરજીઓનો ૧૦૦% સકારાત્મક નિકાલ કરીને એક પણ અરજી નકારાત્મક કે પડતર ન રાખીને ઝીરો પેન્ડન્સીનો ઉત્કૃષ્ટ દાખલો પૂરો પાડવામાં આવ્યો છે.
કાર્યક્રમમાં મળેલ મુખ્ય સેવાઓની વિગતો જોઈએ તો, સાતબાર/આઠ-અના પ્રમાણપત્રોની ૫૧૦ અરજીઓ, ડીવર્મીંગની ૧૫૦ અરજીઓ, મિલકત આકારણી ઉતારાની ૧૪૧, લગ્ન નોંધણીની ૮૩ તથા આવકના દાખલાની ૭૧ અરજીઓનો સ્થળ પર નિકાલ કરાયો હતો. આ ઉપરાંત જન્મ-મરણ પ્રમાણપત્રો માટે ૬૫ અરજીઓ, રાશનકાર્ડમાં નામ ઉમેરવાની ૫૭, હેલ્થ વેલનેસ કાર્ડ/ચેકઅપ અને મેડીસીન સારવારની મળી કુલ ૧૦૦ અરજીઓ, કેશલેસ લીટરેસીની ૪૯, ભીમ એપની ૪૨, પશુ સારવારની ૩૫, કિસાન ક્રેડિટ કાર્ડની ૩૨, પીએમ કિસાન પોર્ટલ રજીસ્ટ્રેશનની ૩૨, પીએમજેએવાય કાર્ડની ૩૦ અને પીએમ કિસાન સન્માન નિધિ ઈ-કેવાયસીની ૨૭ સહિતની અનેકવિધ સેવાઓનો ગ્રામજનોએ લાભ લીધો હતો.
આ ઉપરાંત બેંક એકાઉન્ટ સાથે મોબાઈલ સીડીંગ, આધાર-બેંક લિંકિંગ, આધાર અપડેશન, રાશનકાર્ડમાંથી નામ કમી કરવાની અને નાના બાળકોના આધાર નોંધણીના કામો પણ પૂર્ણ કરાયા હતા. તેમજ વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, બસ કન્સેસન પાસ, પીએમ જીવન જ્યોતિ યોજના, પીએમ સુરક્ષા વીમા યોજના, દિવ્યાંગતા પ્રમાણપત્ર, વારસાઈ અરજીઓ, ગંગાસ્વરૂપા આર્થિક સહાય, નોન-ક્રીમીલેયર તથા જાતિના દાખલાઓ સહિતની વિવિધ યોજનાકીય અરજીઓનો પણ ૧૦૦% હકારાત્મક નિકાલ કરી લાભાર્થીઓને લાભાનવિત કરવામાં આવ્યા હતા.

બોરસદ તાલુકાના ઝારોલા ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો

બોરસદ તાલુકાના ઝારોલા ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો

બોરસદ તાલુકાના ઝારોલા ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો

બોરસદ તાલુકાના ઝારોલા ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો