બોરસદ ખાતે સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમેન અંતર્ગત ૧૦ દિવસીય જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ યોજાયો
Publish Date : 11/09/2025
આણંદ,બુધવાર: મહિલા અને બાળ અધિકારીની કચેરી-આણંદ તથા આઈ.સી.ડી.એસ. ના સંયુક્ત ઉપક્રમે “સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમેન” દ્વારા ૧૦ દિવસીય જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે તા. ૧૨ મી સપ્ટેમ્બર સુધી ચાલશે.
આ કાર્યક્રમ અંતર્ગત ‘PC-PNDT 1994 થીમ આધારિત આઈ.સી.ડી.એસ. કચેરીના આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો માટે બોરસદ મામલતદાર કચેરી, મીટીંગ હોલ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેન્ડર સ્પેશિયાલિસ્ટ શ્રી હરેન્દ્રભાઇ દ્વારા કાર્યક્રમની રૂપરેખા જણાવી હતી. આરોગ્ય વિભાગના સ્ટાફ નર્સ કૃપાબેન પટેલે ૧૦ દિવસીય જાગૃતિ અભિયાન અંતર્ગત PC-PNDT ACT – 1994 થીમ હેઠળ l આરોગ્યને લગતી વિસ્તૃત માહિતી આપી હતી. હિતેશ રોહિતે વ્હાલી દિકરી યોજના,ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન: લગ્ન આર્થિક સહાય યોજના અને મહિલા સ્વાવલંબન યોજના, કાઉન્સેલર અંજનાબેન રાવલે પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર તથા બાળ લગ્ન અધિનિયમ – ૨૦૧૨ વિષે, રીપલબેન ડાભી એ સખી વન સ્ટોપ સેન્ટર વિશે, સી ટીમના કોન્સ્ટેબલ જનક બેને ૧૧૨ હેલ્પલાઈન તથા ૧૮૧ અભયમ હેલ્પલાઈન નંબર વિષે વિસ્તૃત માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારીની કચેરી સંકલ્પ ઓફ હબ એમ્પાવરમેન્ટ ઓફ વુમન યોજના હેઠળના કર્મચારીઓ, પી.બી.એસ.સી. અને ઓ.એસ.સી.ના કર્મચારીગણ, આઈ.સી.ડી.એસ. કચેરીના આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો, આરોગ્ય વિભાગના સ્ટાફ નર્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

બોરસદ ખાતે સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમેન અંતર્ગત ૧૦ દિવસીય જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ યોજાયો
