બોરસદના દાવોલ ખાતે ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫’ની ઉત્પત્તિ અને તેના અમલીકરણ અંગે વિસ્તૃત માહિતી અપાઈ

Publish Date : 04/11/2026
બોરસદના દાવોલ ખાતે ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫'ની ઉત્પત્તિ અને તેના અમલીકરણ અંગે વિસ્તૃત માહિતી અપાઈ

આણંદ, મંગળવાર , કમિશનર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પ્રેરિત અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી આણંદ દ્વારા ‘ઘરેલું હિંસા અધિનિયમ – ૨૦૦૫’ અંતર્ગત બોરસદ તાલુકાની દાવોલ પ્રાથમિક શાળા ખાતે એક વિશેષ સેમિનાર યોજવામા આવ્યો હતો.

આણંદના જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી નીલેશ્વરીબા ગોહિલે અધ્યક્ષસ્થાનેથી ‘ઘરેલું હિંસા અધિનિયમ – ૨૦૦૫’ અંગે પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. તેમજ તાલિમકારશ્રી મિતેશભાઈ કડિયાએ ઘરેલું હિંસા અધિનિયમની ઉત્પત્તિ અને તેના અમલીકરણ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી સૌને માહિતગાર કર્યા હતા.

આ તકે PBSC કાઉન્સિલરશ્રી તુલસી દ્વારા PBSC અને OSC સેન્ટરની કામગીરી અંગે વિગતે માહિતી આપવામાં આવી હતી. તે ઉપરાંત, જેન્ડર સ્પેશિયાલિસ્ટશ્રી હરેન્દ્રભાઈ પટેલે મહિલાલક્ષી યોજનાઓ જેવી કે વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક પુન: લગ્ન સહાય યોજના અને મહિલા સ્વાવલંબન યોજના વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ સેમિનારમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીનો સ્ટાફગણ, DHEW સ્ટાફ, PBSC કાઉન્સિલર શબનમબેન ખલિફા, શાળાના પ્રિન્સિપાલશ્રી કેતનકુમાર પટેલ અને શિક્ષકશ્રીઓ, ગામના સરપંચશ્રી અને અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ગામની મહિલાઓ ઉપસ્થિત રહી હતી.