બી. એન. પટેલ કોલેજ, આણંદ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરની ઉત્પત્તિ સ્થાન અંગે શિક્ષણ અપાયું
Publish Date : 22/08/2025
આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લામાં વિશ્વ મચ્છર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી ના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર પિયુષ પટેલ દ્વારા આણંદ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયત આણંદના આરોગ્ય વિભાગના જિલ્લા મેલેરીયા અધિકારી શ્રી ડોક્ટર રાજેશ પટેલ દ્વારા વિશ્વ મચ્છર દિવસ ની ઉજવણી અંતર્ગત આણંદની બી. એન.પટેલ કોલેજ ખાતે મચ્છરની ઉત્પત્તિના સ્થાનો, મચ્છરના પોરાનું લાઈવ ડેમોસ્ટ્રેશન, પ્રેઝન્ટેશન અને મચ્છર જીવન મુવી દ્વારા સમજ અને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.
ડોક્ટર રાજેશ પટેલે વિદ્યાર્થીઓને મચ્છરની ઉત્પત્તિ સ્થાન થી લઈને મચ્છર કરડવાથી થતા મેલેરિયા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે વિશ્વ મચ્છર દિવસ ની ઉજવણી અંતર્ગત આણંદ જિલ્લામાં ૦૫ રેલી,૩૫૦ જૂથ ચર્ચા, ૬૫ શાળા કોલેજોમાં આરોગ્ય શિક્ષણ,૫૫૦ સોશિયલ મીડિયા પોસ્ટ, ૫૫ પોરા પ્રદર્શન, ૮૫ પોસ્ટર બેનર પ્રદર્શન અને ૨૪૫ સંસ્થાઓને મેલેરિયા ડેન્ગ્યુ નોટિફિકેશન એક્ટની સમજ આપવામાં આવી હતી.
ડો.રાજેશ પટેલે વિદ્યાર્થીઓને “મચ્છર ભગાવો રોગ મટાડો, મચ્છરમુક્ત ઘર સ્વસ્થ પરિવાર, એક ડ્રાય ડે મચ્છર મુક્ત સોસાયટી અને સુરક્ષા તમારી જવાબદારી પણ તમારી” જેવા સુત્રો આપીને મચ્છર ની ઉત્પત્તિ ન થાય તે માટે કામ કરવા જણાવ્યું હતું.

બી. એન. પટેલ કોલેજ, આણંદ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરની ઉત્પત્તિ સ્થાન અંગે શિક્ષણ અપાયું

બી. એન. પટેલ કોલેજ, આણંદ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરની ઉત્પત્તિ સ્થાન અંગે શિક્ષણ અપાયું
