Close

બાગાયત વિભાગ દ્વારા અગાસ ગામે ફળ અને શાકભાજી પરીક્ષણની મહિલા વૃત્તિકા તાલીમ યોજાઇ

Publish Date : 05/06/2026

આઇ ખેડૂત પોર્ટલ પર મહિલાઓને તાલીમ લેવા પોર્ટલ ખુલ્લું હોય અરજીઓ કરવા અનુરોધ

આણંદ, ગુરૂવાર , નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, આણંદ દ્વારા આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના અગાસ ગામે મહિલા સશક્તિકરણ અને કુપોષણના હેતું સાથે બે દિવસીય ફળ અને શાકભાજી પરિક્ષણ અંગે મહિલા વૃતિકા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ તાલીમ દરમિયાન ૨૭ તાલીમાર્થી મહિલાઓને પ્રતિદિન રૂ. ૨૫૦/- સ્ટાઇપેંડ સાથે વિવિધ વાનગીઓ શીખવવામાં આવી હતી. જેમાં મિક્સ શાકભાજીનું અથાણું, ટામેટાનો સોસ, ગ્રીન ચીલી સોસ, કાચી કેરીનું શરબત, મિક્સ ફ્રુટનો જામ, કાચી કેરીનો મુરબ્બો, આદુ-લીંબુ-ફુદીનાનું શરબત, કાચા પપૈયાની તુટીફૂટી, પાઈનેપલ, સિન્થેટિક શરબત, મિક્સ ફ્રુટની ચટણી વગેરે જેવી વિવિધ બનાવટો બનાવવામાં આવી હતી.

આ તાલીમ થકી બહેનો આગામી સમયમાં ફળ અને શાકભાજીમાંથી મુલ્યવર્ધિત પોષણયુક્ત બનાવટો બનાવી પોતાના પરિવારજનોને તથા સમાજને ગૃહ ઉદ્યોગ શરૂ કરી ઉપયોગી થશે તેમ નાયબ બાગાયત નિયામક શ્રી ડો. સ્મિતાબેન પીલ્લાઇ દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું. આ યાદીમાં વધુમાં જણાવ્યા પ્રમાણે હાલ આઇ ખેડૂત પોર્ટલ પર મહિલાઓને તાલીમ લેવા પોર્ટલ ખુલ્લું હોય અરજીઓ કરવા માટે પણ અનુરોધ કરવામાં આવે છે.