Close

બાગાયત ખાતાની વિવિધ યોજના અંતર્ગત પૂર્વ મંજૂરી મેળવેલ આણંદ જિલ્લાના ખેડૂતો જોગ

Publish Date : 10/08/2026

બાગાયતદારો(ખેડૂતો)ને નિયત સમયમાં બિલ સહિત સાધનિક કાગળો આઈ ખેડૂત પોર્ટલ પર અપલોડ કરવા અનુરોધ

આણંદ, શુક્રવાર , આણંદના નાયબ બાગાયત નિયામકશ્રીની એક યાદીમાં જિલ્લાના બાગાયતદાર ખેડૂતોને જણાવાયુ છે કે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન બાગાયત ખાતાની વિવિધ સહાયકારી યોજનાઓ હેઠળ કેળા, પપૈયા, વેલાવાળા શાકભાજી મંડપ, છૂટા ફૂલો, હળદર, આદુ વગેરે ઘટકોમાં પૂર્વમંજૂરી મેળવેલ અરજદાર ખેડૂત મિત્રોને તેઓને મળેલ પૂર્વમંજૂરી મુજબ સહાય મેળવવા માટે બાગાયતી પાકોના વાવેતર થયાની તારીખથી ૧૫ (પંદર) દિવસની અંદર જરૂરી સાધનિક દસ્તાવેજો, બીલો સહિતની સહાય દરખાસ્ત આઇ-ખેડૂત પોર્ટલ પર અપલોડ કરવી ફરજિયાત છે.

વધુમાં જે લાભાર્થી ખેડૂતોને હજી સુધી જરૂરી દસ્તાવેજો અને બીલો સહિતની સહાય દરખાસ્ત આઇ-ખેડૂત પોર્ટલ પર અપલોડ કરવામાં મુશ્કેલી જણાતી હોય તો વિના વિલંબે આણંદ જિલ્લાની બોરસદ ચોકડી પાસે જૂના જિલ્લા સેવાસદનના ચોથા માળે રૂમ નં. ૪૨૭ થી ૪૨૯ માં આવેલ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી (ફોનનંબર ૦૨૬૯૨-૨૬૨૦૨૩) ખાતે સંપર્ક કરવા, તેમજ સમયમર્યાદામાં ક્લેમ અપલોડ કરવાની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં નહીં આવે તો સહાય મેળવવા અંગેની જવાબદારી સંબંધિત અરજદારની પોતાની રહેશે તેમ વધુમાં જણાવાયું છે.