Close

“બાગાયતદાર ખેડૂતોએ બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા તા .૯ જૂન સુધી આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે”

Publish Date : 13/05/2025

આણંદ, મંગળવાર: બાગાયતદાર ખેડૂતોએ વર્ષ, ૨૦૨૫-૨૬ માટે સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ યોજના હેઠળ બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ જેમકે નાની નર્સરી (૦.૪ થી ૧.૦૦ હે.) , નવી ટીશ્યુ ક્લ્ચર લેબ. ની સ્થાપના કરવા સહાય, કલમોના બહોળા ઉત્પાદન માટે પ્લાંટીગ મટીરીયલ, મધરબ્લોક આયાત કરવા માટે (FPOs, FIGs, SHGs, સહકારી સંસ્થાઓ અને જાહેર ક્ષેત્રો માટે), પૉલી હાઉસ/હાઈબ્રિડ/રીક્ટ્રેબલ માળખા માટે, નેટ હાઉસ/એગ્રો ટેક્સટાઈલ નેટ હાઉસ માટે, ફાર્મ ગેટ પેક હાઉસ, સંકલીત પેક હાઉસ, સંગ્રહ અને સંકલન કેન્દ્ર, પ્રિકુલિગ, મોબાઈલ પ્રિકુલિગ, કોલ્ડ રૂમ, કોલ્ડ સ્ટોરેજ, રેફ્રિજરેટેડ ટ્રાંસપોર્ટ વાહન, પ્રાઈમરી, મિનિમલ પ્રોસેસિંગ યુનિટ, નોન પ્રેશરાઈઝડ રાઈપનિગ ચેમ્બર, લો કોસ્ટ ડુંગળી/લસણ સ્ટૃકચર, સોલાર ક્રોપ ડ્રાયર, મુલ્યવર્ધન માટે સેકન્ડરી પ્રોસેસિગ યુનિટ યોજના માટે સહાય તેમજ વધુ યોજનાઓનો લાભ લેવા માંગતા ખેડુત મિત્રોએ તા.૦૯/૦૬/૨૦૨૫ સુધી આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ થી નવીન આઈ ખેડુત  પોર્ટલ ૨.૦ પર નોંધણી કર્યા બાદ જ ખેડુતો અરજી કરી શકશે તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઈ ખેડુતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજુરી મળ્યા બાદ ક્લેઈમ સબમિટ કરતી વખતે સહિ કરી જરૂરી સાધનીક કાગળો સાથે આણંદ જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂ.નં.૪૨૭-૪૨૯, ચોથો માળ, જિલ્લા સેવા સદન, આણંદ ખાતે જમા કરાવવાની રહેશે.