Close

ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે મશરૂમના નમૂના મીસ બ્રાન્ડેડ જાહેર કરાયા

Publish Date : 17/04/2025

૬ એકમોને  કુલ રૂ.૩ લાખનો દંડ કરતાં એડજયુડીકેટીંગ ઓફિસરશ્રી ઋતુરાજ દેસાઈ

આણંદ,ગુરૂવાર: આણંદની ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલ એકમોના મશરૂમના નમૂના લેવામાં આવ્યા હતા.જે સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાતા એડજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર,આણંદ દ્વારા આવા ૬ એકમોને દંડ કરવામાં આવ્યો છે.

આ એકમોમાં શ્રી શાદાબઅલી ઈલ્યાસ શેખ,સાફિર ફૂડ ઈન્ડિયા પ્રા.લિને રૂ.૧૦,૦૦૦,શ્રી મહેશકુમાર મેનન, સાફિર ફૂડ ઈન્ડિયા પ્રા.લિને રૂ.૫૦,૦૦૦/-, સાફિર ફૂડ ઈન્ડિયા પ્રા.લિ,આણંદને રૂ.૪૦,૦૦૦,શ્રી ધ્રુવ જગદિશભાઈ પટેલને,મે.ફાર્મ ફ્રેશ,ઉમરેઠને રૂ.૫૦,૦૦૦/-, શ્રી વિશાલ મોહન હિંદુજા,આંકલાવને રૂ.૫૦,૦૦૦/-,મે.શિવ આશિષ મશરૂમ ફાર્મ,આંકલાવને રૂ.૧,૦૦,૦૦૦ એમ કુલ ૬ એકમોના મશરૂમના નમૂનાઓ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે મીસ બ્રાન્ડેડ જાહેર કરીને દંડ કરવામાં આવ્યો છે.

આમ,એડજયુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટરશ્રી ઋતુરાજ દેસાઈએ ઉપરોક્ત ૬ એકમોને કુલ રૂ.૩ લાખનો દંડ કરવામાં આવ્યો છે.

આ હુકમ અન્વયે નારાજગીના કિસ્સામાં ફૂડ સેફટી એપલેન્ટ ટ્રીબ્યુનલ,બ્લોક નં.-૮, બીજો માળ,ડૉ જીવરાજ મહેતા ભવન,ગાંધીનગરના પ્રિસાઈડીંગ ઓફીસરને દિન ૩૦માં અપીલ કરી શકે છે તેમ એડજયુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટરશ્રી ઋતુરાજ દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે.