Close

પ્લાસ્ટીક વિરૂધ્ધના જંગમાં સહભાગી બની વડાપ્રધાનશ્રીએ આપેલા ૧૦૦ દિવસના શ્રમદાનના સંકલ્પને ચરિતાર્થ કરીએ : જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી

Publish Date : 26/05/2025

સૌ સાથે મળી વડાપ્રધાનશ્રીના પ્રદુષણ મૂક્ત ભારતના સંકલ્પને સાકાર કરીએ : ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ.

સીંગલ યુઝ પ્લાસ્ટીક વપરાશના પ્રતિબંધ અર્થે જનજાગૃતિ અભિયાનનો શુભારંભ.

ગોયા તળાવને સ્વચ્છ બનાવવાના કાર્યમાં સહભાગી બનતું પ્રશાસન : અધિકારીઓ, સંસ્થાઓ અને શહેરીજનોએ સાથે મળી ગોયા તળાવની ગંદકીને દૂર કરવા કર્યુ શ્રમદાન.

આણંદ, ગુરૂવાર: વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા પર્યાવરણની જાળવણીની સાથે સમગ્ર દેશ પ્રદુષણ મૂક્ત બને તે માટે લોકોમાં જાગૃતિ આવે તેવા શુભ આશય સાથે તા. ૨૨ મે થી ૫ મી જુન દરમિયાન જનજાગૃતિ પખવાડીયાની ઉજવણી કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે આજે આણંદ સ્થિત ગોયા તળાવને સ્વચ્છ બનાવવાના કાર્યની સાથે સીંગલ યુઝ પ્લાસ્ટીકના વપરાશના પ્રતિબંધ અર્થે જનજાગૃતિ અભિયાનનો શુભારંભ કાર્યક્રમ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી, મ્યુ. કમિશ્નર શ્રી મિલીન્દ બાપના, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહૂતિ અને ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટીક વિરૂધ્ધના જંગમાં તમામ લોકોને સહભાગી બનાવવા બદલ અભિનંદન પાઠવતાં જણાવ્યું હતુ કે, વડાપ્રધાનશ્રીએ આપેલા ૧૦૦ દિવસના શ્રમદાનનું આહવાન સાકાર કરવા આજે નગરજનોની સાથે જિલ્લા પ્રસાશનના અધિકારીઓ પણ જોડાયા છે. તેમણે જણાવ્યું કે જે પ્લાસ્ટીક આપણા રોજીંદા કાર્યોની સરળતા માટે આપણે અપનાવ્યું હતુ, તે સીંગલ યુઝ પ્લાસ્ટીકથી આપણા પર્યાવરણને બહું મોટું નુકશાન થઈ રહયું છે.

આપણે આપણા જીવનમાંથી પ્લાસ્ટીકને તિલાંજલી આપવી પડશે તેમ જણાવતાં કલેકટરશ્રીએ ઉમેર્યું હતુ કે, ઓછામાં ઓછો કચરો ઉત્પન્ન થાય તેવા કાર્ય દ્વારા સ્વચ્છતાને જીવનમંત્ર બનાવી આપણા દેશ-ધરતીને આપણે સ્વચ્છ – સુંદર બનાવવી પડશે.

ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલે સ્વચ્છતાના કાર્યમાં જોડાયેલા સૌ લોકોને અભિનંદન પાઠવી શહેરને સ્વચ્છ બનાવવામાં પોતાનું મહામુલુ યોગદાન આપતાં સ્વચ્છતા કર્મીઓના કાર્યને બિરદાવ્યું હતુ. તેમણે સ્વચ્છતાના મંત્રને જીવનમાં અપનાવીને વડાપ્રધાનશ્રીએ આપેલા પ્રદુષણ મૂક્ત ભારતની કલ્પનાને સાચા અર્થમાં સાકાર કરવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આણંદ મહાનગરપાલિકામાં સફાઈ કર્મીઓ તરીકે ફરજ બજાવતા અને શ્રેષ્ઠ કામગીરી કરતા પાંચ સફાઈ કર્મીઓ પ્રત્યેકને રૂપિયા ૧૦ હજારના ચેક આપીને તેમનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મહાનુભાવોએ ૦૨ ઈ-રીક્ષાનું પણ લોકાર્પણ કર્યું હતું, આ રીક્ષાઓ દ્વારા આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાંથી ઈ-વેસ્ટ કલેક્શન કરવામાં આવશે.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી, મ્યુ. કમિશ્નર શ્રી મિલીન્દ બાપના, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહૂતિ અને ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ સહિત સંકલનના અધિકારીઓ તથા અન્ય મહાનુભાવોની સાથે વિવિધ સંસ્થાઓ અને શહેરીજનોએ સાથે મળીને ગોયા તળાવમાંથી પ્લાસ્ટીક કચરો, ગંદકી દૂર કરવા શ્રમદાન કર્યું હતુ.

પ્લાસ્ટીક વિરૂધ્ધના જંગમાં સહભાગી બની વડાપ્રધાનશ્રીએ આપેલા ૧૦૦ દિવસના શ્રમદાનના સંકલ્પને ચરિતાર્થ કરીએ : જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી 1

પ્લાસ્ટીક વિરૂધ્ધના જંગમાં સહભાગી બની વડાપ્રધાનશ્રીએ આપેલા ૧૦૦ દિવસના શ્રમદાનના સંકલ્પને ચરિતાર્થ કરીએ : જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી

પ્લાસ્ટીક વિરૂધ્ધના જંગમાં સહભાગી બની વડાપ્રધાનશ્રીએ આપેલા ૧૦૦ દિવસના શ્રમદાનના સંકલ્પને ચરિતાર્થ કરીએ : જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી 2

પ્લાસ્ટીક વિરૂધ્ધના જંગમાં સહભાગી બની વડાપ્રધાનશ્રીએ આપેલા ૧૦૦ દિવસના શ્રમદાનના સંકલ્પને ચરિતાર્થ કરીએ : જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી

પ્લાસ્ટીક વિરૂધ્ધના જંગમાં સહભાગી બની વડાપ્રધાનશ્રીએ આપેલા ૧૦૦ દિવસના શ્રમદાનના સંકલ્પને ચરિતાર્થ કરીએ : જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી 3

પ્લાસ્ટીક વિરૂધ્ધના જંગમાં સહભાગી બની વડાપ્રધાનશ્રીએ આપેલા ૧૦૦ દિવસના શ્રમદાનના સંકલ્પને ચરિતાર્થ કરીએ : જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી

પ્લાસ્ટીક વિરૂધ્ધના જંગમાં સહભાગી બની વડાપ્રધાનશ્રીએ આપેલા ૧૦૦ દિવસના શ્રમદાનના સંકલ્પને ચરિતાર્થ કરીએ : જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી 4

પ્લાસ્ટીક વિરૂધ્ધના જંગમાં સહભાગી બની વડાપ્રધાનશ્રીએ આપેલા ૧૦૦ દિવસના શ્રમદાનના સંકલ્પને ચરિતાર્થ કરીએ : જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી

પ્લાસ્ટીક વિરૂધ્ધના જંગમાં સહભાગી બની વડાપ્રધાનશ્રીએ આપેલા ૧૦૦ દિવસના શ્રમદાનના સંકલ્પને ચરિતાર્થ કરીએ : જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી 5

પ્લાસ્ટીક વિરૂધ્ધના જંગમાં સહભાગી બની વડાપ્રધાનશ્રીએ આપેલા ૧૦૦ દિવસના શ્રમદાનના સંકલ્પને ચરિતાર્થ કરીએ : જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી

પ્લાસ્ટીક વિરૂધ્ધના જંગમાં સહભાગી બની વડાપ્રધાનશ્રીએ આપેલા ૧૦૦ દિવસના શ્રમદાનના સંકલ્પને ચરિતાર્થ કરીએ : જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી 7

પ્લાસ્ટીક વિરૂધ્ધના જંગમાં સહભાગી બની વડાપ્રધાનશ્રીએ આપેલા ૧૦૦ દિવસના શ્રમદાનના સંકલ્પને ચરિતાર્થ કરીએ : જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી

પ્લાસ્ટીક વિરૂધ્ધના જંગમાં સહભાગી બની વડાપ્રધાનશ્રીએ આપેલા ૧૦૦ દિવસના શ્રમદાનના સંકલ્પને ચરિતાર્થ કરીએ : જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી 6