પ્રાથમિક શાળા હાડગૂડના બે શિક્ષકો શિક્ષક દિન એ એક સાથે સન્માનિત થયા
Publish Date : 08/09/2025
જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મેળવતા એક જ શાળાના બે શિક્ષકો
પ્રાથમિક ગુજરાતી શાળા હાડગુડમાં ફરજ બજાવતા શ્રી કોમલબેન રાયજીભાઈ પટેલને વર્ષ ૨૦૨૫ના આણંદ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા
આણંદ, શુક્રવાર: શિક્ષક દિન નિમિત્તે બાકરોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કારથી સન્માનિત શિક્ષક શ્રી કોમલબેન રાયજીભાઈ પટેલ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળામાં છેલ્લા ૧૫ વર્ષથી ફરજ બજાવે છે.
બાકરોલ ખાતે આજે યોજાયેલ શિક્ષકદિનના કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી રમણભાઈ સોલંકી અને મહાનુભાવોના હસ્તે તેઓનું બુકે, શાલ, પ્રમાણપત્ર અને રૂપિયા 5,000 ના ચેક આપી ને સન્માન કરવામાં આવ્યું હતું.
તેઓએ શિક્ષક તરીકે ધોરણ ૩ થી ૫ માં અને છેલ્લા એક વર્ષથી ધોરણ ૧નાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપીને પાયો મજબુત બનાવી રહ્યા છે.
શૈક્ષણિક કારકિર્દી દરમ્યાન તેઓશ્રીને ઘણા જ વિશેષ સન્માન પ્રાપ્ત થયેલા છે જેમાં વર્ષ ૨૦૨૪મા વડોદ ક્લસ્ટરનાં પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્રથી સન્માનિત થયેલ છે.
મહિલા દિન નિમિત્તે સ્વ રચિત કાવ્ય લખીને સાહિત્યિક રુચી બતાવી હતી.
વિશ્વ વિક્રમ વિજેતા – નવસર્જન સાહિત્ય મંચ દ્વારા આયોજિત “આઝાદી કા અમૃત મહોત્સવ” ઉજવણી અંતર્ગત પ્રકાશિત વિશ્વ વિક્રમ વિજેતા પુસ્તક “કાવ્ય અમૃત”માં તેમના દ્વારા રચાયેલ કાવ્યને સ્થાન મળેલ છે.
મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા શુભેચ્છા સંદેશ તથા વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડિયા દ્વારા પ્રમાણપત્ર અને ગોલ્ડ-મેડલથી સન્માનિત થયેલ છે.
ખંભાત વર્ષ:૨૦૧૬માં અને આણંદમાં રોટરી ક્લબ દ્વારા નેશન બિલ્ડર એવોર્ડથી સન્માન મળેલ છે.
ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા આયોજિત સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પસંદગી મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે.
તદુપરાંત ગુજરાતી બાળ-સાહિત્યકાર ગ્રુપમાં લેખિકા તરીકે કામગીરી કરી ચુક્યા છે.
ધોરણ :૧ના બાળકો માટે ૫૦ બાળગીતોની રચના કરીને વર્ગનું વાતાવરણ જીવંત બનાવવામાં તેઓ સફળ રહ્યા છે.
તેઓ શ્રી પોતાના વર્ગના બાળકોના અભ્યાસને સરળ બનાવવા સ્વ-નિર્મિત ટી.એલ.એમનો વર્ગખંડમાં ઉપયોગ કરે છે અને બાળકોને પ્રોત્સાહક ઇનામ પણ આપે છે.
શાળાના નવતર પ્રયોગમાં ખુબજ ઉત્સાહ પૂર્વક પોતાની ભાગીદારી નોધાવે છે.
વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે કોમલબેન પટેલનું શૈક્ષણિક પ્રદાન અનોખું છે. તેઓશ્રી શાળાની તમામ પ્રવૃતીઓમાં ખુબ જ ઉત્સાહથી જોડાય છે. બાળકોને ખુબ જ ધીરજ થી, વિવિધ પ્રકારના લર્નિંગ મટીરીયલ્સથી શીખવે છે. વિવિધ પ્રવુતિઓ દ્વારા વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિનો વિકાસ કરવામાં તેઓ અગ્રેસર છે.
તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક સન્માનથી શ્રી કોમલબેન પટેલ પોતાની શાળાના શિક્ષકો માટે તથા પોતાના પે સેન્ટર/ક્લસ્ટરના શિક્ષકો માટે ઉત્તમ શિક્ષકનું ઉદાહરણ બનેલ છે.
