પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વાવેલ દેશી વાલોળ થકી રૂ.૫૫ હજાર જેટલો ચોખ્ખો નફો મેળવતા બોરસદના પ્રવીણભાઈ ઝાલા
Publish Date : 22/07/2025
પ્રાકૃતિક ખેતી માત્ર જમીનને જ નહીં, પણ આપણા ભવિષ્યને પણ સુરક્ષિત કરે છે:ખેડૂત શ્રી પ્રવીણભાઈ ઝાલા.
આણંદ,સોમવાર: આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ખેડાસા ગામમાં રહેતા ખેડૂત પ્રવીણભાઈ છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી પધ્ધતિ અપનાવી રહ્યા છે . તેમણે ત્રણ વીઘા જમીનમાં બાજરી અને દેશી વાલોળનું વાવેતર પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી કરે છે.પ્રવીણભાઈએ રાસાયણિક ખાતરોનો ઉપયોગ ટાળીને જીવામૃત, ઘન જીવામૃત અને બેસનગોર જેવી પ્રાકૃતિક પદ્ધતિઓ અપનાવી, જેનાથી જમીનની ફળદ્રુપતા જળવાઈ અને ખેતી ખર્ચ પણ ઘટ્યો છે.
પ્રવીણભાઈએ આ વર્ષે દેશી વાલોળનું વાવેતર કર્યું. તેમણે જીવામૃત, ઘન જીવામૃત અને મંડપ બનાવવા જેવી પ્રાકૃતિક પદ્ધતિઓનો ઉપયોગ કર્યો. ધરૂ નાખ્યા બાદ ૨૧ દિવસે ફેર રોપણી કરી પાક લેવામાં આવ્યો. આ પાકમાં રૂ.૫૦,૦૦૦ના ખર્ચ સામે રૂ.૧,૦૫,૦૦૦ ની આવક થઈ.આમ,વાલોળ પાક થકી ચોખ્ખો રૂ.૫૫,૦૦૦નો નફો થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,ગયા વર્ષે પ્રવીણભાઈએ બાજરીનું વાવેતર કર્યું હતું .માત્ર રૂ.૭,૦૦૦ના ખર્ચે ૪૦ મણ બાજરીનું ઉત્પાદન મેળવ્યું. ૨૦ કિલો દીઠ રૂ.૮૦૦ના ભાવે તેમને રૂ.૩૨,૦૦૦ ની આવક થઈ, જેમાંથી ખેતી ખર્ચ બાદ કરતા રૂ.૨૫૦૦૦ નો ચોખ્ખો નફો મેળવ્યો હતો .
નોંધનીય છે કે,પ્રવીણભાઈને મળેલ સફળતા એ તેમની નિષ્ઠા અને પ્રાકૃતિક ખેતી પ્રત્યેના સમર્પણનું પરિણામ હતું. તેમની ખેતીમાં મજૂરી સહિત ખેતર ખેડવા જેવા ખર્ચ ઓછા રહ્યા, જેનાથી તેમનો નફો મહત્તમ રહ્યો. પ્રવીણભાઈને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે મળેલ સફળતા દર્શાવે છે કે પરંપરાગત અને પ્રાકૃતિક પદ્ધતિઓનો સમન્વય આર્થિક લાભની સાથે પર્યાવરણનું પણ રક્ષણ કરે છે.
આ વર્ષે પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી વાલોડના પાક લેવાથી પ્રવીણભાઈએ કુલ રૂ.૫૫,૦૦૦ નો ચોખ્ખો નફો મેળવ્યો. આ અનુભવે તેમને શીખવ્યું કે પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ ખેડૂતોને આવકની દૃષ્ટિએ સ્થિરતા આપી શકે છે.
પ્રવીણભાઈ ઝાલાની આ સફળતાની કથા ગામના અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની છે. તેમણે પોતાના અનુભવો શેર કરીને અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહિત કર્યા. તેમનું કહેવું છે, “પ્રાકૃતિક ખેતી માત્ર જમીનને જ નહીં, પણ આપણા ભવિષ્યને પણ સુરક્ષિત કરે છે.”
આમ, પ્રવીણભાઈની મહેનત અને દૂરંદેશીએ તેમને ન માત્ર આર્થિક રીતે સશક્ત બનાવ્યા, પરંતુ તેમના ગામમાં પ્રાકૃતિક ખેતીનો પ્રચાર પણ કર્યો. તેમની આ સફળતા દર્શાવે છે કે,નાના ખેડૂતો પણ પ્રકૃતિ સાથે સંવાદ રાખીને મોટી સિદ્ધિઓ હાંસલ કરી શકે છે.