પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આણંદ આત્મા પ્રોજેક્ટની પ્રાકૃતિક કૃષિ સંદર્ભે ઉમદા પહેલ
Publish Date : 11/09/2025
આણંદ જિલ્લાની ગ્રામપંચાયતો ખાતે “પ્રાકૃતિક ખેતી એટલે કે પોષણસભર ખેતી” વિષયક પ્રેરણાત્મક પોસ્ટરો લગાવાયા
આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની મહિમા અને તેની અગત્યતા અંગે જાગૃતિ ફેલાવવા માટે પ્રાકૃતિક કૃષિ બોર્ડ અને આણંદ આત્મા પ્રોજેક્ટ દ્વારા ઉમદા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.
આણંદ જિલ્લામાં યોજાયેલ આ અભિયાન અંતર્ગત દરેક તાલુકાના દરેક ગામની ગ્રામ પંચાયત ખાતે “પ્રાકૃતિક ખેતી એટલે કે પોષણસભર ખેતી” વિષયક પ્રેરણાત્મક પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.
આ પહેલનો હેતુ માત્ર એક પોસ્ટર લગાવવાનો નથી, પરંતુ સમગ્ર સમાજમાં એક વિચાર પ્રવાહ પ્રસરાવવાનો છે કે, આપણું ભવિષ્ય કુદરતી પદ્ધતિઓ પર આધારિત ખેતીમાં જ સુરક્ષિત છે.
પ્રાકૃતિક ખેતી એ કોઈ વૈકલ્પિક માર્ગ નહીં પરંતુ આજના યુગની તાત્કાલિક આવશ્યકતા છે. રાસાયણિક ખાતરો અને ઝેરી કીટનાશકોના અતિરેક ઉપયોગથી જમીનની બિન ઉપજાઉ બની રહી છે, પાણી ઝેરી બનતું જાય છે અને માનવજીવન અનેક બિમારીઓના સકંજામાં ફસાઈ રહ્યું છે.
પ્રાકૃતિક ખેતી ખેડૂતોને અમૂલ્ય લાભો આપે છે, જેવા કે, જમીનની ફળદ્રુપતા પુનઃસ્થાપિત થાય છે,પાક પોષકતત્ત્વોથી સમૃદ્ધ બને છે,ઉત્પાદન ખર્ચ ઘટે છે, આવકમાં વૃદ્ધિ થાય છે,આરોગ્યપ્રદ ધાન્ય પરિવારને મળી રહે છે,પર્યાવરણ અને જળસંપત્તિનું સંરક્ષણ થાય છે
પોસ્ટર અભિયાન થકી ગ્રામ્ય વિસ્તારમાં ખેતી કરતા લોકો ઉપર પ્રભાવ પડી રહ્યો છે, ગામડાંની દિવાલો પર આ પોસ્ટર માત્ર શબ્દો નથી, તે કુદરતી ખેતી તરફના પાછા વળવાનું સૂચક બની રહ્યા છે. દરેક પોસ્ટર ખેડૂત સમાજ માટે એક સંદેશ વાહક બની રહ્યું છે, “પ્રાકૃતિક ખેતી અપનાવો, પોષણસભર ભવિષ્ય બનાવો”
જિલ્લા સ્તરે ખેડૂતોને એક નવી દિશા મળી રહે તે માટે આણંદ જિલ્લાના આ અભિયાનને કારણે હવે ગામડા સુધી પ્રાકૃતિક ખેતી અંગે વ્યવસ્થિત માર્ગદર્શન પહોંચશે. ખેડૂતોને જરૂરી તાલીમ, તકનીકી સહાય તથા સરકારની યોજનાઓ વિશેની માહિતી આ અભિયાનથી વધુ સશક્ત રીતે પ્રસરી રહી છે.
આ પહેલ માત્ર ખેતીને બચાવવા માટે જ નહીં પરંતુ માનવજાતના અસ્તિત્વને ટકાવવા માટેની એક અભિયાન છે.
આણંદ જિલ્લાના ગામડાંમાંથી ઉઠેલો આ જાગૃતિનો દીવો આવનારા સમયમાં સમગ્ર ગુજરાતને પ્રેરિત કરશે અને એક જ અવાજ ગુંજશે, “સ્વસ્થ જમીન –સ્વસ્થ પાક – સ્વસ્થ પરિવાર – એ જ છે પ્રાકૃતિક ખેતીનો સાચો સંદેશ”

પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આણંદ આત્મા પ્રોજેક્ટની પ્રાકૃતિક કૃષિ સંદર્ભે ઉમદા પહેલ

પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આણંદ આત્મા પ્રોજેક્ટની પ્રાકૃતિક કૃષિ સંદર્ભે ઉમદા પહેલ

પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આણંદ આત્મા પ્રોજેક્ટની પ્રાકૃતિક કૃષિ સંદર્ભે ઉમદા પહેલ

પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આણંદ આત્મા પ્રોજેક્ટની પ્રાકૃતિક કૃષિ સંદર્ભે ઉમદા પહેલ
