પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ એફ.પી.ઓ., સહકારી મંડળી, સ્વ સહાય જુથોને પ્રોજેક્ટ ખર્ચના ૩૫% સહાય મળવાપાત્ર
Publish Date : 12/09/2025
આણંદ, શુક્રવાર: સરકારશ્રી દ્વારા નાના-મોટા ખાધ્યપદાર્થના ઉત્પાદન વધારવાના ઉદેશ્યથી પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ યોજના કાર્યરત છે.
ખાનગી માઇક્રો ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગો માટે ઉદ્યોગ દીઠ પાત્રતા ધરાવતા પ્રોજેક્ટ ખર્ચના ૩૫% મહતમ રૂ. ૧૦ લાખ સુધીની સહાય મળે છે. એફ.પી.ઓ., સહકારી મંડળી, સ્વ સહાય જુથોને પ્રોજેક્ટ ખર્ચના ૩૫% મહતમ રૂ. ૩ કરોડ સુધીની સહાય મળે છે.
આ યોજનામાં ધાન્ય પાકો દાળ મિલ, ચોખા મિલ, પાપડ, ખાખરા, બેકરી, નમકિન, રેડી ટુ કુક, રેડી ટુ ઇટ,
વગેરે ફળ પાકો, જામ, જેલી, જ્યુસ, અથાણા, કેનિંગ, પલ્પિંગ, પ્યુરી, પેસ્ટ, પાવડર, રેડી ટુ સર્વ, રેડી
ટુ ડ્રિંક, વગેરે શાક્ભાજી પાકો પાવડર, રેડી ટુ કુક, ફ્રોઝન શાક્ભાજી વગેરે તેલીબીયા પાકો તલની ચીકી, સિંગની ચીકી, કચરિયું, ખાધ્ય તેલ, મરી મસાલા પાકો મસાલા પ્રોસેસિંગ યુનિટ જેમ કે હળદર, મરચા વગેરે ડેરી ઉત્પાદનો પનીર, ચીઝ, માવો, આઈસ્ક્રીમ, વગેરે મરીન ઉત્પાદનો માછલીના આથાણા, ઝીંગાના આથાણા, પાવડર, ફ્રોઝન વગેરે પશુનો ચારો,મરઘા દાણ જેવા ઉદ્યોગો/ગૃહ ઉદ્યોગો સહાય પાત્ર રહે છે.
આ યોજના વિશે વિસ્તૃત માહિતી https://pmfme.mofpi.gov.in પર તથા નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નંબર- ૪૨૭-૪૨૯, ચોથો માળ,જિલ્લા સેવા સદન, આણંદનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.