પ્રજાલક્ષી કામો ઝડપથી પૂર્ણ કરવા અને શિક્ષણ-આંગણવાડી પર વિશેષ ભાર મૂકતા મહીસાગર જિલ્લા પ્રભારી સચિવશ્રી કે. એલ. બચાણી
Publish Date : 16/05/2026
“શિક્ષણનો પાયો મજબૂત હશે તો જ આગળ વધી શકાશે”: પ્રભારી સચિવશ્રી કે એલ બચાણી
કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે પ્રભારી સચિવશ્રીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
ચોમાસા પૂર્વેની તૈયારીઓ (પ્રિ-મોન્સુન) અને ડેટા આધારિત આગોતરા આયોજન અંગે અપાઈ મહત્વપૂર્ણ સૂચનાઓ
મહીસાગર જિલ્લા પ્રભારી સચિવશ્રી કે. એલ. બચાણીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં અમલી વિવિધ પ્રજાહિતલક્ષી યોજનાઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી અને વહીવટી કામગીરીને વધુ વેગવંતી બનાવવા જરૂરી દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા.
આ સમીક્ષા બેઠકમાં પ્રભારી સચિવશ્રીએ શિક્ષણ પર સૌથી વધુ ભાર મૂકતા જણાવ્યું હતું કે, “શિક્ષણનો પાયો મજબૂત હશે તો જ આપણે પ્રગતિના પંથે આગળ વધી શકીશું.” તેમણે ‘બેક ટુ સ્કૂલ’ (Back to School) ઝુંબેશ અંતર્ગત શાળા પ્રવેશોત્સવ પૂર્વે સર્વેની કામગીરી પૂર્ણ થાય અને શાળામાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા અને બાળકોને ફરીથી શાળામાં લાવવા સઘન પ્રયત્નો કરવા સૂચન કર્યું હતું. આ સાથે જ ‘ઉલ્લાસ નવભારત અભિયાન’ અંતર્ગત જે લોકો પર વધુ ધ્યાન આપવાની જરૂર છે, તેમના પર વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરવા જણાવ્યું હતું.
આ ઉપરાંત, ‘પ્રોજેક્ટ સહકાર’ હેઠળ ‘એડોપ્ટ આંગણવાડી’ (આંગણવાડી દત્તક લેવી) કાર્યક્રમમાં વધુ સક્રિયતા દાખવવા સૂચનો કર્યા હતા. તેમણે આ કાર્યને એક સેવાનું માધ્યમ ગણાવતા ઉમેર્યું હતું કે, આંગણવાડી માટે કામ કરવું એ સમાજનું ઋણ અદા કરવાનો એક ઉત્તમ મોકો છે.
નાગરિકોને સરકારી યોજનાઓની સરળતાથી માહિતી મળી રહે તે માટે ‘મારી યોજના’નો વધુમાં વધુ લાભ લેવા અને લોકો સુધી તેનો પ્રચાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેથી છેવાડાના માનવી સુધી તમામ યોજનાઓ પહોંચી શકે અને પ્રજાલક્ષી કામો ઝડપથી પૂર્ણ થાય.
આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને પ્રિ-મોન્સુન કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરતા પ્રભારી સચિવશ્રીએ તાકીદ કરી હતી કે, ભૂતકાળના ડેટાના આધારે જે વિસ્તારોમાં વધુ તકલીફો પડી હોય તેનું અગાઉથી જ સુદ્રઢ પ્લાનિંગ કરવું અત્યંત જરૂરી છે. તેમણે આપત્તિ વ્યવસ્થાપન માટે નવા સાધનોની ઉપલબ્ધિ, સંબંધિત અધિકારીઓનું લિસ્ટ અને ‘આપદા મિત્ર’ ની યાદી સતત અપડેટ રાખવા સૂચના આપી હતી. આ સાથે માર્ગ અને મકાન વિભાગ,વન વિભાગ, mgvcl વિભાગ અને અન્ય વિભાગ દ્વારા કરવામાં આવતી ચોમાસા પૂર્વેની કામગીરીની પણ સઘન સમીક્ષા કરી તાકીદ કરી હતી.
વધુમાં પ્રભારી સચિવશ્રી દ્વારા જિલ્લાના વિવિધ નેગેટિવ સમાચારની સમીક્ષા કરતા અધિકારીશ્રીઓને નિરાકરણ માટે સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં મહીસાગર જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિદ્ધાર્થ, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી. વી. લટા સહિત જિલ્લા સંકલન સમિતિના તમામ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.