પોષણ અભિયાન અંતર્ગત આઇ.સી.ડી.એસ ઘટક બોરસદ દ્વારા બાળકના સર્વાંગી વિકાસ માટે સોનેરી ૧૦૦૦ દિવસની સમજ અપાઈ
Publish Date : 11/04/2025
આણંદ,શુક્રવાર: બોરસદ ખાતે ૭મા પોષણ પખવાડિયાની ઉજવણી નિમિત્તે આજરોજ આઇ.સી.ડી.એસ ઘટક બોરસદ-૨ના ઝારોલા સેજાના ગામ ઝારોલામાં માતા મીટીંગનુ આયોજન કરેલ હતુ. જેમા અતિકુપોષિત બાળકોની માતા, કુપોષિત બાળકોની માતા, સગર્ભા માતા, ધાત્રીમાતા, કિશોરીઓ સહીત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં બાળ વિકાસ યોજના અધિકારી શ્રીમતિ માલતીબેન પઢિયાર, મુખ્ય સેવિકાશ્રી, PSE ઇન્સ્ટ્રક્ટર, ગામના સરપંચશ્રી, ગામના આગેવાનો, ગામના સામાજીક કાર્યકર, આંગણવાડી કાર્યકર, તેડાગરના કાર્યકરોએ હાજરી આપી હતી.
જેમા બાળ વિકાસ યોજના અધિકારી શ્રીમતિ માલતીબેન પઢિયાર ધ્વારા THRના પેકેટનો ઉપયોગ કરવા,ધાત્રી માતાઓને ૦ થી ૬ માસ સુધી બાળકને ફક્તને ફક્ત સ્તનપાન જ કરાવવું, બાળકના સર્વાંગી વિકાસ માટે સોનેરી ૧૦૦૦ દિવસની સમજ આપી તથા MMY યોજના વિશે સમજ આપી, કિશોરીઓને સ્વછતા વિશે અને પુર્ણા શક્તિ પેકેટ વિશે અને તેઓ ઉપયોગ કરવા સમજ આપવામા આવી.
આ ઉપરાંત લાભાર્થીને પોષણ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ માતાના પોષણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ અને બાળકોને બજારમાં મળતા પૅકેટનો ઉપયોગ ન કરવા સમજ આપી, નર્સબેન ધ્વારા તમામ લાભર્થીઓને આયોગ્ય સંભાળ અને બાળકોને સમયસર રસીકરણ કરાવવુ તે વિશે સમજ આપવામા આવી હતી.