પેટલાદ સ્થિત ઇસરામાના ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ ખાતે ખેડૂતો માટે મધમાખી ઉછેર તાલીમ શિબિર યોજાઈ
Publish Date : 03/03/2026
આણંદ, શુક્રવાર: નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, આણંદના નિયંત્રણ હેઠળ પેટલાદ તાલુકામા કાર્યરત સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર બનાના એન્ડ વેજીટેબલ, ઇસરામા ખાતે ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે તાજેતરમાં ‘મધમાખી ઉછેર’ વિષય પર વિશેષ તાલીમનું નાયબ બાગાયત નિયામકશ્રી, આણંદ, ડો. એસ. એસ. પીલ્લાઈના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમ દરમિયાન ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જેવી કે પ્રાકૃતિક ખેતી, ઓઈલ પામની ખેતી, PMFME (પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝીસ) અને ગ્રો મોર ફ્રુટ ક્રોપ વિશે ઊંડાણપૂર્વક માહિતી પૂરી પાડવામાં આવી હતી. તેમજ નિષ્ણાતો દ્વારા ખેડૂતોને મધમાખી ઉછેરની આધુનિક પદ્ધતિઓ, તેનું મહત્વ અને તેનાથી થતા આર્થિક ફાયદાઓ વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તાલીમમાં આણંદ, અમદાવાદ અને ખેડા જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી પધારેલા પ્રોગ્રેસિવ ફાર્મર્સ (પ્રગતિશીલ ખેડૂતો), વિવિધ FPOના સભાસદોએ તેમજ અંદાજે ૩૮૦ જેટલા ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લઈ પ્રત્યક્ષ માર્ગદર્શન મેળવ્યું હતું.

પેટલાદ સ્થિત ઇસરામાના ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ ખાતે ખેડૂતો માટે મધમાખી ઉછેર તાલીમ શિબિર યોજાઈ

પેટલાદ સ્થિત ઇસરામાના ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ ખાતે ખેડૂતો માટે મધમાખી ઉછેર તાલીમ શિબિર યોજાઈ