પેટલાદ તાલુકાની પાડગોલ,મહેળાવ પ્રાથમિક શાળાઓના નવનિર્મિત વર્ગખંડોનું લોકાર્પણ તથા અગાસ પ્રાથમિક શાળાના વર્ગખંડો માટે ખાતમુહૂર્ત કરતાં નાણાં રાજ્ય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ
Publish Date : 29/12/2025
₹૩.૩૦ કરોડના ખર્ચે ૨૩ નવા વર્ગખંડોનું લોકાર્પણ અને ₹૭૦ લાખના ખર્ચે નવા બનનાર વર્ગખંડોનું ખાતમુહૂર્ત કરાયું
આણંદ, શુક્રવાર: સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત પેટલાદ તાલુકામાં શિક્ષણના માળખાને મજબૂત કરવા માટે નાણાં રાજ્ય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના વરદહસ્તે રૂ.૩.૩૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલ વર્ગખંડોનું લોકાર્પણ તથા રૂ.૭૦ લાખના ખર્ચ નિર્માણ પામનાર વર્ગખંડોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે,વિદ્યાર્થીઓને આધુનિક અને સુવિધાયુક્ત શિક્ષણનું વાતાવરણ પૂરું પાડવા માટે રાજ્ય સરકાર શિક્ષણ પાછળ માતબર રકમની ફાળવી રહી છે.જેના કારણે આજે સુવિધાયુક્ત પરિસરમાં શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે.
વધુમાં દેશના ભાવિ નાગરિક એવા બાળકોના શિક્ષણ કાર્યમાં કઈ પણ કચાસ ન રહે તે માટે જે શાળાઓમાં પણ જરૂરિયાત હોય ત્યાં પણ આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે,તેમ તેમણે ઉમેર્યું હતું.
પાડગોલ પ્રાથમિક શાળા ખાતે ૧૧ ક્લાસરૂમનું બાંધકામ અને મહેળાવકુમાર પ્રાથમિક શાળા ખાતે ૧૨ ક્લાસરૂમનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ બન્ને શાળાઓના કુલ ૨૩ વર્ગખંડો કુલ ખર્ચ ₹૩.૩૦ કરોડના ખર્ચે નિર્માણ કાર્ય સંપન્ન થયું છે.
નાણાં રાજ્ય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ દ્વારા લોકાર્પણ કરાયેલા કામો જોઈએ તો,મહેળાવકુમાર પ્રાથમિક શાળા ખાતે કુલ ૧૨ ક્લાસરૂમ (ગ્રાઉન્ડ ફ્લોર પર ૬ અને ફર્સ્ટ ફ્લોર પર ૬) ઉપરાંત કનેક્ટિવિટી, મલ્ટીપલ શેડ, કમ્પાઉન્ડ વોલ અને ફાયર સેફ્ટી સિસ્ટમ જેવી મહત્વની સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે, પાડગોલ પ્રાથમિક શાળામાં પણ ૧૧ ક્લાસરૂમ (ગ્રાઉન્ડ ફ્લોર પર ૬ અને ફર્સ્ટ ફ્લોર પર ૫) ઉપરાંત ટોઇલેટ, કનેક્ટિવિટી અને ફાયર સેફ્ટી સિસ્ટમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે.
આ સિદ્ધિઓની સાથે, શિક્ષણના માળખાકીય વિસ્તરણ માટે એક નવું પગલું લેવામાં આવ્યું છે, જેમાં અગાસ પ્રાથમિક શાળા ખાતે વધુ પાંચ ક્લાસરૂમના બાંધકામ માટે નાણાં રાજ્ય મંત્રીશ્રીના વરદહસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ નવા વર્ગખંડોના નિર્માણ માટે અંદાજિત રકમ ₹૭૦,૦૦,૦૦૦ નિર્ધારિત કરવામાં આવી છે. આ પાંચ નવા ક્લાસરૂમ (ગ્રાઉન્ડ ફ્લોર પર ૩ અને ફર્સ્ટ ફ્લોર પર ૨)નું બાંધકામ પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે, જે પેટલાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સુવિધાઓનો વ્યાપ વધુ વધારશે.
આ લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ સોલંકી, પેટલાદ નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી કમલેશભાઈ સોલંકી,શાળાના આચાર્ય તથા શિક્ષણગણ અને મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યાં હતા.