પેટલાદ તાલુકાના સુણાવ ખાતે ફળ અને શાકભાજી પરીરક્ષણની તાલીમ યોજાઇ
Publish Date : 01/08/2026
જિલ્લાની ૨૯ તાલીમાર્થી મહિલાઓને ફળ અને શાકભાજીમાંથી મુલ્યવર્ધિત બનાવટો બનાવવાની તાલીમ અપાઈ
આણંદ, શુક્રવાર , આણંદના નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા પેટલાદ તાલુકાના સુણાવ ગામે કુપોષણ અને મહિલા સશક્તિકરણના હેતુથી બે દિવસીય ફળ અને શાકભાજી પરિરક્ષણ અંગે મહિલા વૃતિકા તાલીમ યોજવામાં આવી હતી. આ યોજના હેઠળ કુલ ૨૯ તાલીમાર્થી મહિલાઓને પ્રતિદિન ૨૫૦ રૂપિયાના સ્ટાઇપેંડ સાથે તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમમાં બાગાયત નિરીક્ષકશ્રી પી.એચ.શિયાળીયા દ્વારા તાલીમાર્થી મહિલાઓને વિવિધ વાનગીઓ જેમકે મિક્સ શાકભાજીનું અથાણું, ટામેટાનો સોસ, ગ્રીન ચીલી સોસ, ગુલકંદ, મિક્સ ફ્રુટનો જામ, આદુ-લીંબુ-ફુદીનાનું સ્વોશ, ટોપરાના લાડુ, ગુલાબનુ શરબત, મિક્સ ફ્રુટની ચટણી, આદુ-લસણની પેસ્ટ વગેરે જેવી વિવિધ બનાવટો શીખવવામાં આવી હતી.
આ તકે તાલીમાર્થીઓએ પોતાના પ્રતિભાવોમાં ખાણીપીણી પ્રત્યે લોકોમાં જાગૃતી આવે તે અર્થે આ પ્રકારની તાલીમ સમયાંતરે યોજાવી જોઇએ તેમ જણાવ્યુ હતુ.
બહેનો આ પ્રકારની તાલીમ મેળવી થકી આગામી સમયમાં ફળ અને શાકભાજીમાંથી મુલ્યવર્ધિત બનાવટો બનાવી પોતાના પરિવારજનોને તથા સમાજને કુપોષણ મુક્ત બનાવવામાં અને ગૃહ ઉદ્યોગ શરૂ કરી પોતાના પરિવારને આર્થિક રીતે પણ સહાયરૂપ થઈ શકે એવા હેતુથી આ તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હોવાનુ આણંદના નાયબ બાગાયત નિયામકશ્રી ડો.સ્મિતાબેન પીલ્લાઇ દ્વારા એક યાદીમાં જણાવાયુ છે.