પેટલાદ તાલુકાના બાંધણી ખાતે સેવા સેતુ કાર્યક્રમ હેઠળ ગ્રામજનોને ઘરઆંગણે સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવાઈ: મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ
Publish Date : 29/09/2026
ગામડાઓના સર્વાંગી વિકાસ માટે સેવા, સુવિધા અને સ્વચ્છતાનો ત્રિવેણી સંગમ: સેવાસેતુના માધ્યમથી પારદર્શક વહીવટનો નવતર અભિગમ
2700 ઉપરાંત અરજીઓનો એક જ દિવસમાં હકારાત્મક નિકાલ
આણંદ, સોમવાર, પેટલાદ તાલુકાના બાંધણી ગામે ‘સેવાસેતુ-૨.૧ ગ્રામ્ય’ કાર્યક્રમનું આયોજન નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગ્રામજનો સાથે મળીને શ્રમદાન કર્યું હતું. સેવાસેતુના માધ્યમથી ગ્રામજનોને સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને સરકારી સેવાઓનો લાભ અત્યંત સરળતાથી, પારદર્શક રીતે અને પોતાના ઘરઆંગણે જ મળી રહે તે દિશામાં મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમના માધ્યમથી નાગરિકોના સમય અને પરિશ્રમનો બચાવ કરી એક જ સ્થળેથી વિવિધ અરજીઓ, પ્રમાણપત્રો અને અન્ય લોકોપયોગી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ સેવા સેતુ કાર્યક્રમમાં ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાકીય લાભ આપવામાં આવ્યા હતા અને 2700 ઉપરાંત અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો અને સેવા પૂરી પાડવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે ગામના સિનિયર સીટીઝન અને વડીલોનું વિશિષ્ટ સન્માન કર્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ‘સેવા પણ, સુવિધા પણ અને સ્વચ્છતા પણ’ એ જ વિકસિત ગ્રામ્ય ગુજરાતનો મૂળ મંત્ર છે. તેમણે ઉપસ્થિત સૌ ગ્રામજનોને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અને ‘સ્વચ્છ ગામ–સ્વસ્થ ગામ’ના સંકલ્પને જનભાગીદારી દ્વારા સાકાર કરવા માટે આહ્વાન કર્યું હતું.
આ અવસરે પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રણજીતસિંહ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી બ્રિજેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય શ્રી સુરેશભાઈ સોલંકી, તાલુકા પંચાયત સભ્ય શ્રી નીલુબેન સુરેશભાઈ પરમાર, લીલાબેન કાંતિભાઈ સોલંકી, જીતેન્દ્રભાઈ પટેલ અને અગ્રણીશ્રી વિજયભાઈ ચાવડા, શ્રી અલ્પેશભાઈ પટેલ, શ્રી હિતેન્દ્રસિંહ પરમાર, શ્રી ભાવિકભાઈ પટેલ, શ્રી મહેશભાઈ સોલંકી તથા રાજેન્દ્રભાઈ પરમાર, પેટલાદ પ્રાંત અધિકારી કિંજલબેન રબારી, પેટલાદ મામલતદાર શ્રી કે. ડી. સોલંકી, તાલુકા વિકાસ અધિકારી શ્રી એમ. વી. સોલંકી, બાંધણી ગામના સરપંચ વૈશાલીબેન સોલંકી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.