પેટલાદ તાલુકાના ગામો ખાતે રૂ. ૨.૩૨ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરતા નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ
Publish Date : 25/08/2026
આણંદ, પેટલાદ તાલુકામાં ગ્રામીણ માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત કરવાના અભિગમ સાથે રૂ. ૨.૩૨ કરોડના વિવિધ રસ્તાના વિકાસકામોનું ખાતમુહૂર્ત નાણા રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં પોરડા ગામે બાંધણી પાર્ટી પ્લોટથી પ્રાથમિક શાળા સુધીના રૂ. ૮૨ લાખના રસ્તા, વિશ્નોલી સંતરામપુર પ્રાથમિક શાળાથી નડિયાદ-ખંભાત સ્ટેટ હાઇવેને જોડતા રૂ. ૭૫ લાખના રસ્તા તેમજ ભાટીયેલ સીમરડા રોડથી કાંતિભાઈ સોલંકીના ઘર થઈ ચંદુભાઈના કુવા તરફના રૂ. ૭૫ લાખના નવર્નિમાણ પામનારા રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાયું હતું.
નાણા રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી તમામ પાયાની અને ઉત્તમ સુવિધાઓ પહોંચાડવા માટે કટિબદ્ધ છે. ગ્રામીણ વિસ્તારના નાગરિકોનું જીવનધોરણ સુધરે અને આવાગમન સરળ બને તે માટે રાજ્યભરમાં રોડ-રસ્તાનું મજબૂત નેટવર્ક ઊભું કરવામાં આવી રહ્યું છે. નવા બનેલા માર્ગોથી પોરડા, વિશ્નોલી અને ભાટીયેલના ગ્રામજનો, વાહનચાલકો તેમજ શાળા-આંગણવાડીએ જતા ભૂલકાંઓને સુગમતા રહેશે.
આ રસ્તાઓના ખાતમુહૂર્ત બાદ પેટલાદના ભાટીયેલ ખાતે સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મ જયંતી વર્ષની ઉજવણીના ભાગરૂપે તાલુકા કક્ષાના “સમરસતા સંકલ્પ અભિયાન – કળશ યાત્રા” માં મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ તેમજ મહાનુભાવોએ આ કળશ યાત્રામાં જોડાઈને સામાજિક સમરસતા અને એકતાનો સંદેશ આપ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભક્તો જોડાયા હતા.
આ કાર્યક્રમોમાં અગ્રણી શ્રી નિલેશભાઈ દવે, આણંદ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સંગીતાબેન વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી રણજીતસિંહ પરમાર, તાલુકા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શ્રી જયેશભાઇ પરમાર, શ્રી જોરૂભા ભરવાડ, શ્રી સુરેશભાઈ સોલંકી, શ્રી હિતેન્દ્રસિંહ પરમાર, શ્રી વિજયભાઈ ચાવડા, શ્રી અલ્પેશભાઈ પટેલ, શ્રી મહેશભાઈ રાઠોડ, શ્રી એમ.કે.રાવત, શ્રી અરવિંદભાઈ રામોદડી સહિત જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો, સ્થાનિક સરપંચશ્રીઓ અને ગ્રામીણ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.