Close

પેટલાદ ખાતે રૂપિયા 13 કરોડ ઉપરાંતના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરતા નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ

Publish Date : 13/03/2026

આણંદ, ગુરુવાર: પેટલાદ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ રૂપિયા 13 કરોડ ઉપરાંતના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણનો કાર્યક્રમ એન કે. હાઇસ્કુલ પાસે, સરદાર ચોકમાં યોજાયો હતો. જેમાં નાણા રાજ્ય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

રાજ્યકક્ષાના નાણાં મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારથી લઈને શહેરી વસ્તાર સુધી એકસરખો વિકાસ થાય તે માટે કટિબદ્ધ છે. પેટલાદ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી વિકાસના કામો ની કામગીરીને નગરજનો માટે ખૂબ જ ઉપયોગી નીવડશે તેમ જણાવી શહેરીજનોને શેની જરૂરિયાત છે? નગર કેવું હોવું જોઈએ? જે ધ્યાનમાં લઈને વિવિધ વિકાસના કામો કરવામાં આવ્યા છે જે ખૂબ જ સરાહનીય છે. જે વિકાસના કામ થયા છે તે સાચવવાની જવાબદારી સૌ નાગરિકોની છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

પેટલાદ શહેરમા વિવિધ પ્રકલ્પોનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં N. K. હાઈસ્કૂલ સ્ટેન્ડ અને શેઠ નારણભાઈ કેશવભાઈ પરીખની પ્રતિમાનુ અનાવરણ, બ્યુટીફીકેશન સ્પોટ, રળિયામણું ગાર્ડન, આંગણવાડી, સ્ટ્રીટ લાઈટ,વિવિધ વિસ્તારમા બનેલ પાણીની ટાંકી, ટોયલેટ બોક્સ, પંપરૂમ, સીસી રોડ તથા પેવર બ્લોક, વડીલો ની બેઠક વ્યવસ્થા માટે ચોતરો, અંતિમ વિસામો, વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનના રૂપિયા 13 કરોડ ઉપરાંતના કામોનું લોકાર્પણ મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લાના અગ્રણી શ્રી સંજયભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જય પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. નગરપાલિકાના પ્રમુખ જીગ્નેશ જોષીએ શહેરમા થયેલા વિકાસના કામોની ગાથા વર્ણવી હતી.

આ પ્રસંગે શેઠ વ્રજેશભાઈ પરીખ, નગરપાલિકાના ઉપપ્રમુખ મનિષાબેન ચૌહાણ, ચીફ ઓફિસર કુણાલ પટેલ, નગરપાલિકાના સભ્યો અને વિવિધ હોદ્દેદારો સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.