પેટલાદ ખાતે રાજયમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે પીએમ સ્વનિધિ યોજનાના ચેક અને સફાઈ કર્મચારીઓને યુનિફોર્મ વિતરણનો કાર્યક્રમ યોજાયો
Publish Date : 27/01/2026
આણંદ, શુક્રવાર: પેટલાદ નગરપાલિકા દ્વારા એન. કે. હાઈસ્કૂલ ખાતે ભારત સરકારની મહત્વકાંક્ષી પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત લાભાર્થીઓને ચેક વિતરણ તેમજ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને યુનિફોર્મ તેમજ એવોર્ડ વિતરણનો કાર્યક્રમ નાણા રાજ્ય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રાજયમંત્રી શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે વિશેષ કાર્યક્રમ કરીને સાચા લાભાર્થીઓને સહાયનું વિતરણ અને લાભો આપવામાં આવી રહ્યા છે. તેમણે નગરને સ્વચ્છ રાખવામાં સફાઈ કર્મીઓની ભૂમિકા માટે અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે પેટલાદ નગરપાલિકાના સેનેટરી વિભાગના ચેરમેન શ્રીમતી ભૂમિબેન કાછીયા, સરકારી યોજના કમિટીના ચેરમેન શ્રીમતી કોકિલાબેન તળપદા, અગ્રણીશ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ, પેટલાદ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી, નગર સેવકો,લાભાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
કાર્યક્રમના અંતે નગરપાલિકા પરિવાર તરફથી કારોબારી ચેરમેન શ્રી જયભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત મહેમાનો અને લાભાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.