પેટલાદ ખાતે નાણાં રાજ્ય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના હસ્તે ‘ગંગા સ્વરૂપા સહાય યોજના’ના મંજૂરી હુકમોનું વિતરણ કરાયું

Publish Date : 12/10/2026
પેટલાદ ખાતે નાણાં રાજ્ય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના હસ્તે 'ગંગા સ્વરૂપા સહાય યોજના'ના મંજૂરી હુકમોનું વિતરણ કરાયું

સેવા, સન્માન અને સંવેદના સાથે સમાજના દરેક વંચિત વર્ગને આર્થિક સુરક્ષા પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ: નાણાં રાજ્ય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ

આણંદ, રવિવાર, ગુજરાત સરકારની સંવેદનશીલ અને કલ્યાણકારી નીતિઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાના ભગીરથ કાર્યના ભાગરૂપે આજરોજ પેટલાદ શહેર ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાણાં રાજ્ય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિમાં ‘ગંગા સ્વરૂપા બહેનો માટેની સહાય યોજના’ અંતર્ગત લાભાર્થી બહેનો અને માતૃશક્તિને સહાયના મંજૂરી હુકમોનું ભાવપૂર્વક વિતરણ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ આ તકે ગંગા સ્વરૂપા બહેનો તેમજ વડીલ વૃદ્ધોને શાલ ઓઢાડીને તેમનું સ્નેહપૂર્ણ સન્માન કર્યું હતું.

મંત્રીશ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, “સેવા, સન્માન અને સંવેદના” એ વર્તમાન રાજ્ય સરકારનો મુખ્ય મંત્ર છે. સમાજના જરૂરિયાતમંદ અને વંચિત વર્ગોને સરકારી યોજનાઓનો સીધો લાભ મળે અને તેમના જીવનમાં આર્થિક સ્થિતિ સારી થાય સાથે સ્વાભિમાનની ભાવના મજબૂત બને તે માટે સરકાર સતત કાર્યરત છે. નાણાં રાજ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે માતૃશક્તિ અને વડીલોની સેવા કરવી એ આપણી સંસ્કૃતિનો હિસ્સો છે અને રાજ્ય સરકાર તેમની આર્થિક સુરક્ષા તથા સામાજિક સન્માન માટે પૂર્ણપણે કટિબદ્ધ છે.

નાણાં રાજ્યમંત્રીશ્રી એ કહ્યું કે ગંગા સ્વરૂપા સહાયના મંજૂરી હુકમો મેળવનાર બહેનોને  સરકારની યોજનાઓ પ્રત્યે વિશ્વાસ વધુ સુદ્રઢ બન્યો છે અને આર્થિક રીતે નબળા વર્ગોને સમાજમાં આત્મસન્માન સાથે જીવવાનું નવું બળ પ્રાપ્ત થયું છે.

આ સમયે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના સભ્યશ્રીઓ, પદાધિકારીઓ અને વડીલો તથા ગંગા સ્વરૂપા સહાયના લાભો મેળવનાર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.