પેટલાદ ખાતે નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
Publish Date : 14/08/2026
હર ઘર તિરંગા અભિયાનને જનઆંદોલન બનાવી વિકસિત ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થઈએ: મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ
દેશભક્તિના રંગે રંગાયું પેટલાદ: મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
આણંદ, ગુરૂવાર, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં પ્રસરેલી રાષ્ટ્રપ્રેમની લહેર વચ્ચે આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં આજે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પેટલાદ ખાતે યોજાયેલ તિરંગા યાત્રાને નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલે આ યાત્રાનું ગૌરવપૂર્વક પ્રસ્થાન કરાવી નગરજનોમાં દેશભક્તિનો નવો સંચાર કર્યો હતો. સમગ્ર દેશમાં રાષ્ટ્રપ્રેમની અનેરી ચેતના જગાવી રહેલા આ અભિયાનમાં પેટલાદ શહેર અને તાલુકાના વિવિધ સંગઠનો અને નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.
આ પ્રસંગે મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, હર ઘર તિરંગા અભિયાન એ માત્ર એક કાર્યક્રમ નથી પરંતુ રાષ્ટ્ર પ્રત્યેની આપણી ભક્તિનું પ્રતીક છે. તેમણે દરેક નાગરિકને આ અભિયાનને એક વ્યાપક જનઆંદોલન બનાવવા માટે આહવાન કર્યું હતું. મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે આઝાદીના શતાબ્દી વર્ષ-૨૦૪૭ સુધીમાં ભારતને એક સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાના નિર્ધાર સાથે આપણે સૌએ આજે સંકલ્પબદ્ધ થવાની જરૂર છે. આ તબક્કે તેમણે પ્રત્યેક ઘર પર તિરંગો લહેરાવી રાષ્ટ્રગૌરવ વધારવા માટે અનુરોધ કર્યો હતો.
પેટલાદના મુખ્ય માર્ગો પર યોજાયેલી આ ભવ્ય તિરંગા યાત્રામાં ભારે લોકભાગીદારી જોવા મળી હતી. આ રેલીમાં પેટલાદ નગરપાલિકાના હોદ્દેદારો, તાલુકાના પદાધિકારીઓ, વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. વિશેષ રૂપે શહેરની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ રાષ્ટ્રધ્વજ સાથે જોડાઈને દેશભક્તિના નારા લગાવ્યા હતા. નગરજનોના અભૂતપૂર્વ સહયોગથી આ યાત્રા પેટલાદ શહેરમાં રાષ્ટ્રપ્રેમની એક અનોખી મિશાલ બની.