પેટલાદમાં મહિલાઓ માટે ફળ અને શાકભાજી પરીરક્ષણની પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો

Publish Date : 19/10/2026
પેટલાદમાં મહિલાઓ માટે ફળ અને શાકભાજી પરીરક્ષણની પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો

 ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ ૨૮ મહિલાઓને મૂલ્યવર્ધન દ્વારા આર્થિક સશક્તિકરણનું માર્ગદર્શન અપાયું

તાલીમાર્થી બહેનોને પ્રતિદિન ૨૫૦ રૂપિયાના સ્ટાઇપેન્ડ સાથે વિવિધ વાનગીઓ બનાવવાની પ્રાયોગિક તાલીમ અપાઈ

આણંદ, શનિવાર, આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં આવેલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર બનાના એન્ડ વેજિટેબલ ખાતે  પાંચ દિવસીય ફળ અને શાકભાજી પરીક્ષણ અંગેની મહિલા વૃત્તિકા તાલીમનું આયોજન “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત નાયબ બાગાયત નિયામકની કચેરી, આણંદ દ્વારા મહિલા સશક્તિકરણ, નેતૃત્વ વિકાસ અને કુપોષણ નિવારણના હેતુ સાથે કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૬ને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલા નેતૃત્વ વર્ષ તેમજ આંતરરાષ્ટ્રીય મહિલા ખેડૂત વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે, જેની પૂર્વતૈયારીના ભાગરૂપે આ તાલીમ યોજવામાં આવી હતી. આ વિશેષ તાલીમ કાર્યક્રમ હેઠળ કુલ ૨૮ તાલીમાર્થી મહિલાઓએ ભાગ લીધો હતો.

બાગાયત વિભાગ દ્વારા મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે પ્રતિદિન ૨૫૦ રૂપિયાનું સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવ્યું હતું. પાંચ દિવસ દરમિયાન મહિલાઓને ખેત પેદાશોના સંગ્રહ અને તેમાંથી બનાવવામાં આવતી મૂલ્યવર્ધિત વાનગીઓનું સઘન પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું, જેથી તેઓ કૃષિ ઉત્પાદનોનો બગાડ અટકાવી તેને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકે અને બજારમાં વેચીને આર્થિક લાભ મેળવી શકે. તાલીમ દરમિયાન મહિલાઓને વિવિધ પ્રકારની બનાવટો આમળાની કેન્ડી, આમળાનો શરબત, આમળા જીવન, મિક્સ શાકભાજીનું અથાણું, લસણનું અથાણું અને ટામેટાનો સોસ બનાવવાની પદ્ધતિઓ શીખવવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રીન ચીલી સોસ, કાચી કેરીનું સિન્થેટિક શરબત, મિક્સ ફ્રુટ જામ, કાચા પપૈયાની ટુટીફ્રુટી, ઓરેન્જ સિન્થેટિક શરબત, મિક્સ ફ્રુટની ચટણી અને કેળાની વેફર જેવી વિવિધ વાનગીઓનું પ્રાયોગિક જ્ઞાન પીરસવામાં આવ્યું હતું.

આ તમામ બનાવટો દ્વારા બહેનો પોષણયુક્ત આહાર તૈયાર કરી પોતાના પરિવારના સ્વાસ્થ્યની જાળવણી કરવાની સાથે વ્યવસાયિક સ્તરે પણ આગળ વધી શકશે. આ તાલીમ કાર્યક્રમના માધ્યમથી ગ્રામીણ મહિલાઓ ફળ અને શાકભાજીમાં મૂલ્યવર્ધન કરી આર્થિક રીતે આત્મનિર્ભર બને. બાગાયતી પાકોમાંથી તૈયાર કરેલી આ બનાવટો થકી બહેનો પોતાના ગૃહ ઉદ્યોગ શરૂ કરી આર્થિક રીતે સશક્ત બની શકે અને સમાજમાં એક ઉદાહરણ પૂરું પાડે તે માટે વિભાગ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ તાલીમ મેળવીને આગામી સમયમાં આ મહિલાઓ કુપોષણ સામેની લડાઈમાં પણ મહત્વનું યોગદાન આપશે.