પેટલાદમાં ભારે વરસાદ વચ્ચે મંત્રી કમલેશભાઈ પટેલ એક્શન મોડમાં: ટ્રેક્ટરમાં બેસી નીચાણવાળા વિસ્તારોનું નિરીક્ષણ કર્યું, રાહત કામગીરી ઝડપી કરવા જણાવ્યું
Publish Date : 27/07/2026
આણંદ, શુક્રવાર, પેટલાદ તાલુકામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા માટે નાણ રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ એ વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ નીચાણવાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં ટ્રેક્ટર દ્વારા જઈને સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ સાધીને તેમના હાલચાલ પૂછ્યા હતા અને સ્થાનિકોને પડતી મુશ્કેલીઓ જાણી જરૂરી તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે જણાવ્યું હતું.
મંત્રી કમલેશભાઈ પટેલે સ્થાનિક વહીવટીતંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન (ડિઝાસ્ટર મેનેજમેન્ટ) ટીમ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે અધિકારીઓને કામગીરી ઝડપી બનાવવા, ભરાયેલા પાણીના ઝડપી નિકાલ માટે પંપિંગ સહિતની જરૂરી વ્યવસ્થા કરવા, અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ રાખવા, જરૂરિયાત વાળા નાગરિકો સુધી સલામત આશ્રય અને ખાદ્ય સામગ્રી પહોંચાડવા કહ્યું હતું.
મંત્રીશ્રીએ પેટલાદના નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે, “ભારે વરસાદની સ્થિતિમાં તમામ નાગરિકોએ ધૈર્ય રાખવું અને બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળવું. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સમયસર આપવામાં આવતી તમામ સુરક્ષાત્મક સૂચનાઓ અને માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવું. સરકાર અને તંત્ર તમારી સુરક્ષા માટે સતત કાર્યરત છે.”