Close

પેટલાદમાં ભક્તિ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ: અષાઢી બીજના પાવન પર્વે શ્રી રણછોડજી મંદિર ખાતેથી ઐતિહાસિક ૧૦૦મી રથયાત્રાનો ભવ્ય પ્રારંભ

Publish Date : 17/07/2026

પૂજ્ય મહંત શ્રી વાસુદેવજી મહારાજ અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે થઈ પહડા વિધિ

સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, કલેક્ટર, રેન્જ આઈ.જી. અને એસ.પી. સહિતના મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ

ધર્મ, સંસ્કૃતિ અને એકતાના મહાપર્વમાં પેટલાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા

આણંદ, ગુરૂવાર, અષાઢી બીજના પાવન અને પવિત્ર પર્વે પેટલાદ નગરમાં ભક્તિ, શ્રદ્ધા અને ઉલ્લાસનો અદ્ભુત માહોલ જોવા મળ્યો હતો. પેટલાદ મુકામે આવેલ અતિ પૌરાણિક અને ઐતિહાસિક શ્રી રણછોડજી મંદિર ખાતેથી ભગવાન શ્રી જગન્નાથજીની ૧૦૦મી ઐતિહાસિક રથયાત્રાનો ભવ્ય અને પરંપરાગત પ્રારંભ કરવામાં આવ્યો હતો.

​આ શતાબ્દી મહોત્સવ સમી ઐતિહાસિક રથયાત્રાનું પ્રસ્થાન શ્રી રણછોડજી મંદિરના પૂજનીય મહંત શ્રી વાસુદેવજી મહારાજ તેમજ રાજ્યકક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે પહડા વિધિ (સોનાની સાવરણીથી રસ્તો સાફ કરવાની વિધિ) કરીને કરવામાં આવ્યું હતું.

​આ ભક્તિમય અને ઐતિહાસિક ઉજવણીમાં આણંદ જિલ્લાના સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ, જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી  રેન્જ આઈ જી. શ્રી રાધવેન્દ્ર વત્સ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જી. જી. જસાણી, પેટલાદના ઇન્ચાર્જ પ્રાંત અધિકારીશ્રી અમિત પટેલ તેમજ મામલતદારશ્રી ઉપરાંત પોલીસ વિભાગના અધિકારીઓ સાથે કાફલો કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ખડેપગે રહ્યો હતો.

રથયાત્રાના રૂટ પર વિવિધ ભજન મંડળીઓના સૂર અને ભગવાન જગન્નાથના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. અબાલ-વૃદ્ધ સૌ ભાઈઓ-બહેનોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી અને પરસ્પર ભાઈચારો તેમજ એકતાના દર્શન કરાવ્યા હતા.

પેટલાદની આ ૧૦૦મી રથયાત્રાને ગૌરવશાળી અને યાદગાર બનાવવા માટે પેટલાદ નગરપાલિકાના પ્રમુખશ્રી કોકીલાબેન તળપદા, અગ્રણી શ્રી પ્રદીપભાઈ પટેલ, શ્રી ધર્મેન્દ્રભાઈ બુધાભાઈ પટેલ, શ્રી વિજયભાઈ ચાવડા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના હોદ્દેદારો, પેટલાદ શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી અગ્રણીઓ, ઉદારદિલ દાતાશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.