Close

પેટલાદનું રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ

Publish Date : 21/07/2026

૧૧મી નેશનલ યોગા સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં દ્વિતીય ક્રમ મેળવનાર હેતાંશી રબારીનું રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલ દ્વારા વિશેષ સન્માન

આણંદ, સોમવાર, મધ્યપ્રદેશ યોગા એસોસિએશન દ્વારા મંડસૌર (મધ્યપ્રદેશ) ખાતે આયોજિત ૧૧મી નેશનલ યોગા સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં પેટલાદ સ્થિત શ્રીમતી એસ.આઈ. પટેલ ઈપકોવાલા કોલેજ ઓફ કોમર્સની એસ.વાય.બી.કોમની વિદ્યાર્થીની કુમારી હેતાંશી રાજુભાઈ રબારીએ રાષ્ટ્રીય કક્ષાએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરીને ગુજરાત સહિત આણંદ જિલ્લાનું અને પેટલાદ પંથકનું નામ રોશન કર્યું છે.

દેશભરના યોગા પ્રેક્ટિશનર્સ વચ્ચે યોજાયેલી આ પ્રતિષ્ઠિત વ્યક્તિગત સ્પર્ધામાં હેતાંશીએ શાનદાર પ્રદર્શન કરી ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવી છે. આ ગૌરવશાળી સિદ્ધિ બદલ નાણા રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલે હેતાંશી રબારીનું વિશિષ્ટ સન્માન કરી મોં મીઠું કરાવ્યું હતું અને પ્રોત્સાહિત કર્યા હતા.

મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે હેતાંશીની આ નોંધપાત્ર સિદ્ધિ પાછળ તેમની અવિરત મહેનત અને સમર્પણની સાથે કોલેજના આઈક્યુએસી કો-ઓર્ડિનેટર પ્રો. ચંદ્રકાંત જે. તન્ના તેમજ ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટર શ્રી કિરણ પટેલનું સતત માર્ગદર્શન મહત્વપૂર્ણ રહ્યું છે. મંત્રી શ્રી એ કોલેજના આચાર્ય ડૉ. રાજેશ મોદીએ હેતાંશીને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, સંસ્થા વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રની સાથે રમતગમત અને યોગ જેવી પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા હંમેશા પ્રેરણારૂપ વાતાવરણ પૂરું પાડે છે.

હેતાંશીની આ રાષ્ટ્રીય સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી બની રહેશે, તેમ જણાવી મંત્રીશ્રીએ સમગ્ર કોલેજ પરિવાર અને પેટલાદ એજ્યુકેશન ટ્રસ્ટને પણ અભિનંદન પાઠવી ભવિષ્યમાં હેતાંશી રબારી આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું નામ રોશન કરે તેવી ઉજ્જ્વળ શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

આ સમયે કોલેજના આચાર્ય સહિત શિક્ષણ ગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પેટલાદનું રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ

પેટલાદનું રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ

પેટલાદનું રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ

પેટલાદનું રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ

પેટલાદનું રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ

પેટલાદનું રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ

 

 

 

પેટલાદનું રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ