પેટલાદની ન્યુ એજ્યુકેશન હાઇસ્કુલ ખાતે ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવનો પ્રારંભ
Publish Date : 27/08/2026
કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ સંસ્કૃત ભાષામાં ઉદબોધન કરીને સૌને કર્યા મંત્રમુગ્ધ
સંસ્કૃત માત્ર ભાષા નથી, તે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે – સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ
પેટલાદ શહેરના વિવિધ વિસ્તારોમાં સંસ્કૃત ગૌરવ યાત્રા રેલી યોજાઇ
વૈદિક મંત્રોચાર સાથે સંસ્કૃત યાત્રાનો શુભારંભ, સંસ્કૃત શ્લોકના ઉચ્ચારણ સાથે સંસ્કૃત ભાષા પ્રેમીઓ યાત્રામાં જોડાયા
આણંદ, મંગળવાર , રાજ્યના શિક્ષણ વિભાગ તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આયોજિત રાજ્યવ્યાપી સંસ્કૃત સપ્તાહ મહોત્સવના અનુસંધાનમાં આજે પેટલાદ ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી.
આ સંસ્કૃત ગૌરવ યાત્રામાં સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જીલુભા સિંધા, જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, પ્રાંત અધિકારી શ્રી કિંજલ દેસાઈ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંસ્કૃતિ વિદ્વાનો અને સંસ્કૃત ભાષા પ્રેમીઓ જોડાયા હતા, જે રેલી પેટલાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને સંસ્કૃત ગાન અને સંસ્કૃત ગૌરવ સૂત્રોચાર સાથે પૂર્ણ થઇ હતી.
સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ કહ્યું હતું કે, સંસ્કૃત માત્ર ભાષા નથી તે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે આ ભાષામાંથી અન્ય ભાષાઓ ઉદભવી છે, તેનું મહત્વ ઘણું છે. સંસ્કૃત ભાષા દરેક વ્યક્તિએ શીખવી જોઈએ તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ સંસ્કૃત ભાષામાં જ સંપૂર્ણ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષાનું મહત્વ લોકો સમજે તે જરૂરી છે, સંસ્કૃત ભાષા ભારતની સંસ્કૃતિ છે તેમ ઉમેરી તેમણે આ સંસ્કૃત મહોત્સવમાં સંસ્કૃત પ્રેમીઓએ અને અન્ય લોકો પણ સહભાગી બને તે માટે અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી તથા સદસ્યો, જિલ્લા પંચાયત ના સદસ્ય, શિક્ષણ વિભાગના અધિકારી શ્રી તેજેન્દ્રસિંહ સોલંકી, નગરજનો, વિદ્યાર્થીઓ અને સંસ્કૃત ભાષા પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.