પેટલાદની એન. કે. હાઇસ્કૂલ ખાતે ‘ફર્સ્ટ રિસ્પોન્ડર’ તાલીમ શિબિર યોજાઈ: એસ.એસ. હોસ્પિટલ પી, દ્વારા જીવન રક્ષક પાઠ ભણાવવામાં આવ્યા
Publish Date : 25/09/2026
સેવા સંકલ્પ અભિયાન: પેટલાદમાં વિદ્યાર્થીઓ બન્યા ‘ફર્સ્ટ રિસ્પોન્ડર’, કટોકટીમાં જીવ બચાવવાની તજજ્ઞોએ આપી તાલીમ
અકસ્માત અને તબીબી કટોકટીના સમયે ત્વરિત નિર્ણય અને સીપીઆર આપવાની પદ્ધતિઓનું અપાયું માર્ગદર્શન
આણંદ ગુરૂવાર, આણંદ જિલ્લાની એસ.એસ. (શ્રી સયાજી) હોસ્પિટલ, પેટલાદ દ્વારા “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત એન. કે. હાઇસ્કૂલ ખાતે એસ.એસ. હોસ્પિટલના સિવિલ સર્જન શ્રી ડો. કાપડિયા અને તેમની ટીમ દ્વારા એક વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરના માધ્યમથી વિદ્યાર્થીઓને ‘ફર્સ્ટ રિસ્પોન્ડર’ (First Responder) તરીકે તૈયાર કરી તેઓ અકસ્માત કે અન્ય તબીબી કટોકટીના સમયે ત્વરિત અને અસરકારક પ્રાથમિક સારવાર પૂરી પાડી શકે. કોઈપણ આકસ્મિક ઘટના કે માર્ગ અકસ્માતમાં હોસ્પિટલ પહોંચતા પહેલાની પ્રાથમિક સારવાર કોઈ વ્યક્તિનો અમૂલ્ય જીવ બચાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે તે બાબત પર આ શિબિરમાં ભાર મૂકવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન નિષ્ણાત તાલીમદાતાઓ દ્વારા કટોકટીના સમયે ‘ફર્સ્ટ રિસ્પોન્ડર’ તરીકે કેવી રીતે જવાબદારી નિભાવવી તેની વિગતવાર અને પ્રાયોગિક સમજ પૂરી પાડવામાં આવી હતી. ખાસ કરીને અકસ્માત કે ઇમરજન્સીના સમયે ગભરાયા વગર ત્વરિત નિર્ણય કેવી રીતે લેવો તે અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તાલીમના મુખ્ય ભાગરૂપે અચાનક બેભાન થઈ ગયેલી વ્યક્તિને સીપીઆર (CPR) આપવાની સાચી પદ્ધતિ વિશે જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રક્તસ્રાવ અટકાવવા, હાડકાના ફ્રેક્ચર થવા પર કે દાઝી જવાના કિસ્સામાં કયા પ્રકારની પ્રાથમિક સારવાર આપવી જોઈએ તેની સમજૂતી પણ આપવામાં આવી હતી. કટોકટીના સમયે ૧૦૮ એમ્બ્યુલન્સને કોલ કરતી વખતે કઈ કઈ મહત્વની માહિતી આપવી જરૂરી છે તે વિશે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ તાલીમ લેવાથી વિદ્યાર્થીઓ માત્ર શાળામાં જ નહીં પરંતુ સમાજમાં પણ ગમે ત્યારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવા માટે આત્મવિશ્વાસ સાથે સક્ષમ બનશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તાલીમના અંતે વિદ્યાર્થીઓએ જાતે પ્રાયોગિક ડેમો આપ્યો હતો.
આ તાલીમ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, સ્ટાફગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.