પેટલાદના સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર બનાના એન્ડ વેજીટેબલ્સ ખાતે એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો
Publish Date : 12/09/2025
ખેડૂતોને પોષણ અભિયાન અને ગ્રો મોર કેમ્પિયન હેઠળ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા કરાઈ અપીલ
આણંદ શુક્રવાર: આણંદ જિલ્લાના પેટલાદ પાસે આવેલ ઈસરામાના સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર બનાના એન્ડ વેજીટેબલ્સ ખાતે આણંદ જિલ્લાના અનુસૂચિત જાતિના ખેડૂતો માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
આ તાલીમ દરમિયાન નાયબ બાગાયત નિયામકશ્રી ડૉ.સ્મિતા પિલ્લાઈ દ્વારા ખેડૂતોને બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ ફૂડ પ્રોસેસિંગ સાથે સંકળાયેલ પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ યોજના અંતર્ગત મળતી સહાય તેમ જ ઓઇલ પામ પાક વિશેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
વધુમાં નાયબ બાગાયત નિયામકશ્રી દ્વારા આણંદ જિલ્લાના ખેડૂતો વધુમાં વધુ પોષણ અભિયાન અને ગ્રો મોર કેમ્પિયન હેઠળ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી પોષણયુક્ત આહાર મેળવે અને વેચાણ કરે તે બાબતે જાગૃતતા કેળવવા અનુરોધ કર્યો હતો.
આ તાલીમી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

પેટલાદના સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર બનાના એન્ડ વેજીટેબલ્સ ખાતે એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો

પેટલાદના સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર બનાના એન્ડ વેજીટેબલ્સ ખાતે એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો