પેટલાદના સુંદરણા ગામે જાળેશ્વર મહાદેવ પરિસરમાં પક્ષીઘરનું ભૂમિપૂજન કરતા નાણા રાજ્ય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ
આણંદ, ગુરૂવાર, પેટલાદના સુપ્રસિદ્ધ સુંદરણા ગામે આવેલ જાળેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે દાતાશ્રીઓના અમૂલ્ય સહયોગથી નવનિર્માણ પામનાર પક્ષીઘરનો ભૂમિપૂજન સમારોહ નાણાં રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું.
પ્રકૃતિ અને પશુ-પક્ષીઓના જતન પ્રત્યે સમાજની સંવેદનશીલતા ઉજાગર કરતા આ પ્રસંગે ગુજરાત રાજ્યના નાણા રાજ્ય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું કે દાતાશ્રીઓની ભામાશા જેવી મનોવૃત્તિ અને ગ્રામજનોના જીવદયાના આ ભગીરથ કાર્યને બિરદાવી આ પક્ષીઘરને પર્યાવરણ અને સનાતન સંસ્કૃતિના સુમેળનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું. મંત્રીશ્રીએ આ પક્ષીઘરના નિર્માણથી મૂંગા પક્ષીઓને સુરક્ષિત આશ્રયસ્થાન મળશે અને સમગ્ર વિસ્તારમાં જીવદયાની એક નવી મિશાલ કાયમ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં આણંદ જિલ્લા પંચાયત સભ્યશ્રી જગદીશભાઈ વણકર, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યશ્રી બાદલભાઈ પટેલ, પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખશ્રી રણજીતસિંહ પરમાર, ઉપપ્રમુખશ્રી જ્યોતિબેન સોલંકી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી બ્રિજેશભાઈ પટેલ, સામાજિક ન્યાય સમિતિ ચેરમેનશ્રી જયેશભાઇ પરમાર, તાલુકા પંચાયત સભ્યશ્રી જીતુભાઇ પટેલ,
પેટલાદના મામલતદારશ્રી કે.ડી. સોલંકી તથા તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ. વી. સોલંકી તથા અગ્રણી શ્રી જીગ્નેશભાઈ પટેલ, શ્રી અલ્પેશભાઈ પટેલ, શ્રી કેયુરભાઈ બારોટ સહિત સુંદરણા ગામના સરપંચશ્રી જીતુભાઇ પટેલ તથા ગામ આગેવાનોશ્રી પુંજાભાઈ પટેલ, શ્રી ગિરધરભાઈ પટેલ, શ્રી મગનભાઈ પટેલ, શ્રી યોગેશભાઈ પટેલ, શ્રી મહેન્દ્રભાઈ પટેલ અને શ્રી નગીનભાઈ પટેલ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.