Close

પૂર્વ સૈનિકોના પેન્શન સહીતના પ્રશ્નોના નિવારણ માટે અમદાવાદ કેન્ટોનમેન્ટ ખાતે તારીખ ૨૯ અને ૩૦ ડીસેમ્બર ૨૦૨૫ના રોજ SPARSH આઉટરીચ  કાર્યક્રમ યોજાશે

Publish Date : 24/12/2025

પેન્શન લેનાર પૂર્વ સૈનિકો/સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નિઓને SPARSH સંબંધિત રજુઆતોના મળશે ઉકેલ

આણંદ, બુધવાર: વેટેરન સેલ સ્ટેશન હેડક્વાટર્સ અમદાવાદ દ્વારા SPARSH મારફત પેન્શન લેનાર પૂર્વ સૈનિકો/સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નિઓને SPARSH સંબંધિત રજુઆતોના ઉકેલ માટે અમદાવાદ કેન્ટોનમેન્ટ ખાતે તારીખ ૨૯ અને ૩૦ ડીસેમ્બર ૨૦૨૫ના રોજ SPARSH આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે.

SPARSH આઉટરીચ કાર્યક્રમ પેન્શન લેનાર પૂર્વ સૈનિકો/સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નિઓને SPARSH સંબંધિત રજુઆતોના ઉકેલ મળી શકશે.

 પૂર્વ સૈનિકો/સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નિઓને SPARSHને લગતી રજુઆતોના ઉકેલ માટે  અમદાવાદ ખાતે યોજાનાર SPARSH આઉટરીચ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી,વડોદરા દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.