Close

પાંચ વર્ષ સુધીના NRI/વિદેશી બાળકો માટે આધાર નોંધણી અંગેની માર્ગદર્શિકા જાહેર

Publish Date : 05/02/2026

પાંચ વર્ષ સુધીની વ્યક્તિના આધાર નોંધણી માટે ઓળખ, સરનામું, સંબંધ અથવા જન્મતારીખના પુરાવા માટે રજૂ કરી શકાય તેવા દસ્તાવેજોની યાદી

ગુરૂવાર, આણંદ: આણંદના નોડલ અધિકારી (યુઆઈડી) અને નિવાસી અધિક કલેક્ટર દ્વારા એક યાદીમાં ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડ ધારક, નેપાળ અને ભૂટાનના નાગરિકો અને અન્ય આધાર નોંધણી કરવા માંગતા વિદેશી નાગરિકો માટે કેટલાક નિયમો લાગુ પડશે તેમ જણાવ્યું છે. જે મુજબ ભારત સરકારના આધાર નિયમો મુજબ, પાંચ વર્ષ સુધીની વયના બાળક/વ્યક્તિના આધાર નોંધણી માટે ઓળખ, સરનામું, સંબંધ અથવા જન્મતારીખના પુરાવા માટે રજૂ કરી શકાય તેવા દસ્તાવેજોની યાદી જાહેર કરવામાં આવી છે.

જે મુજબ ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI) અને અન્ય વિદેશી નાગરિકો કે જે વ્યક્તિઓ પાસે માન્ય OCI કાર્ડ અને વિદેશી પાસપોર્ટ છે, તેઓ જો છેલ્લા ૧૨ મહિનામાં ૧૮૨ દિવસ કે તેથી વધુ સમય માટે ભારતમાં રહ્યા હોય, તો તેઓ આધાર નોંધણી માટે પાત્ર છે. આ જ નિયમ અન્ય વિદેશી રાષ્ટ્રીયતા ધરાવતા નાગરિકો માટે પણ લાગુ પડશે, જેમાં માન્ય વિઝા અને પાસપોર્ટ હોવા અનિવાર્ય છે.

અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લઘુમતી સમુદાયો એટલે કે હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી કે જેઓ પાસે માન્ય લાંબા ગાળાના વિઝા (LTV)દસ્તાવેજ સાથે મૂળ દેશ દ્વારા જારી કરવામાં આવેલ -૨ વિદેશી પાસપોર્ટ (માન્ય અથવા સમયસીમાં સમાપ્ત) ધરાવતા હોય, તેઓ પણ નિર્ધારિત પ્રક્રિયા હેઠળ નોંધણી કરાવી શકશે.

નેપાળ કે ભૂટાનના નાગરિકો પાસે જો પાસપોર્ટ ન હોય, તો તેઓએ પોતાનું માન્ય નાગરિકતા પ્રમાણપત્ર અથવા ભારતમાં રહેતા હોવાના પુરાવા તરીકે નેપાળી કે ભૂટાનીઝ મિશન દ્વારા જારી કરાયેલ ફોટો ઓળખ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. આ માટે પણ તેઓનું ભારતમાં ૧૮૨ દિવસ કે તેથી વધુ સમયનું નિવાસસ્થાન હોવું જરૂરી છે.

તમામ સંબંધિત નાગરિકોને આ નિયમોનું પાલન કરી, સચોટ દસ્તાવેજો સાથે નજીકના આધાર કેન્દ્રનો સંપર્ક કરવા નોડલ અધિકારી (યુઆઈડી) અને નિવાસી અધિક કલેક્ટર, આણંદ દ્વારા એક યાદીમાં મારફતે અનુરોધ કરવામાં આવ્યો છે.