પર્યાવરણ પખવાડિયું: આણંદ જિલ્લો
Publish Date : 26/05/2025
આણંદ જિલ્લામાં તાલુકા મથકે, ગ્રામ્ય વિસ્તારમાં પર્યાવરણ પખવાડિયા નિમિત્તે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું.
સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા ભીંતચિત્રો તથા પોસ્ટર દ્વારા જનજાગૃત્તિ કેળવાઈ.
આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લામા ઉમરેઠ, બોરસદ તથા પેટલાદ તાલુકાના વિવિધ ગામોમાં પર્યાવરણ પખવાડિયાની ઉજવણી નિમિત્તે ગ્રામ્ય વિસ્તારોમાં પ્લાસ્ટિકના કચરાની સાફ સફાઈ કરવામાં આવી હતી.
તદુપરાંત, પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે પોસ્ટરો તથા ભિંત ચિત્રો થકી ગામવાસીઓને સમજ આપવામાં આવી હતી. આ તમામ ગામોમાં સાફસફાઈ કરીને પ્લાસ્ટિકમુકત કરવામાં આવ્યા હતા.
સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે પણ ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામજનોને જાગૃત કરાયા હતા.
